________________
મૂકીશ. એમની નજર, એમની સલાહ, એમની પ્રેરણું મારા પ્રાણુમાં પ્રાણ પૂરશે. બાબા, જૂના સંબંધને ન વિસારે!”
“ભાવિભાવ!” શ્રેષ્ઠી રાજપાળજીએ ધીરેથી કહ્યું, “હેમરાજ, સલીમશાહની ઈચ્છાને માન આપો. વિધિનું વિધાન જ કંઈ ઓર લાગે છે. જે વસ્તુથી હું દૂર થવા માંગું છું એ જ પાસે આવે છે. વિધિને કેણુ છતી શકયું છે ? પણ મને મારી સુલક્ષણી વહુનો વિચાર આવે છે, ત્યારે મારું મન બળી જાય છે.”
પિતાજી, જુવાનજોધ દીકરે ફાટી પડે તો માબાપ શું કરે ? જોબનવંતો પતિ પરલોક સિધાવી જાય તો પત્ની શું કરે ? એ તો જેને જેટલે ત્રણાનુબંધ!” હેમરાજજીએ વચ્ચે વાત ઉપાડી લીધી, “પિતાજી, માથે આવેલી ફરજનો બોજ જે વેઠતો નથી, એને બેજ પૃથ્વીને પણ ભારે લાગે છે. શાન્તિ, શાન્તિ અને નરી શાતિની ભાવનાથી આ ભારતવર્ષ દરિદ્ર બન્યું. અશાન્તિ જ આપણે આરામ હે ! સલીમશાહ, મિત્રની છેલ્લી ઈચ્છા પૂરી કરવા આવતી કાલે હું રવાના થઈશ. આજે ઘરના પિંજરામાં પોપટ થઈને પુરાઈ રહેવાનું નથી. કાલે રણમેદાન ગાજશે. સુખેથી પધારે ને જાહેર કરી દો, કે હિમરાજ લશ્કરને સેનાપતિ બનશે અને ખવાસખાન કે મુબારિઝખાન જે હોય તેને, શેરના સામ્રાજ્યની સામે થવાની જે હિંમત કરશે એને રણમાં રોળી નખાશે.”
અલ્લાહના શુકર, મારી મુરાદ ફળી. શ્રેષ્ઠીરાજ, હું અત્યારે જ પાછો ફરવા ઈચ્છું છું.”
“ડો આરામ કરીને...”
ના, આરામ તે જ્યારે નસીબમાં હશે ત્યારે. સલામી કાલે રવાના થશે?”
જરૂર.”
રાજકીય ક્ષેત્રમાં ૯ ૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org