________________
બેલતાં બોલતાં ભારે થઈ ગયું. મિત્રના ભુલાયેલા મૃત્યુની યાદ એને એચેન બનાવવા લાગી.
મારે શેર ! સલીમશાહ, તમે તે શું જાણો અમારી બાલપણની પ્રીત ! અમે એક માંથી હસતા, એક આંખથી રોતા, અરે અમારું સ્વપ્ન, શેર ગયો ને ચૂંથાઈ ગયું. કલિંજરની ફતેહ વખતની એની દિલાવરી, મોતને એણે હસતાં હસતાં કરેલે મુકાબલે; એ યાદ કરું છું ત્યારે એ મૃત્યુંજ્ય શેરને મારું મસ્તક નમી પડે છે.”
શ્રેષ્ઠીરાજ, એ જ મારા શિરછત્રના છેલા શબ્દોની યાદ આપવા આવ્યો છું.”
“શું હતા એ છેલ્લા શબ્દ?”
જરૂર પડે હેમરાજ ઝવેરીને–મારા વફાદાર દોસ્તને યાદ કરજે. શ્રેષ્ઠીરાજ, આજ જરૂર પડી છે, એટલે તમને યાદ કરવા વિકટ પંથ ખેડીને આવ્યો છું. શેરનું સામ્રાજ્ય ભાંગીને બે કકડા થવાની અણુ પર છે. એના બે હાથ જેવા બે દીકરા વેરના મેદાનમાં આવીને ખડા છે. ઓછું હતું તે સિપેહસાલાર ખવાસખાન મેદાને પડ્યો છે. મેં જેના પર ભરોસો રાખ્યો હતો એ મુબારિઝખાને મને દગો દીધે. આજે લશ્કર પર કાબૂ રાખી શકે તેવું કઈ મારી પાસે નથી.”
“અરે, આ તે શેર ગયો ને શિયાળિયાં મેદાનમાં આવ્યાં.”
શ્રેષ્ઠીરાજ, એ શિયાળિયાં નથી. શિયાળિયાં હોત તો હું અહી ન આવત. આ તો સિંહોની સાઠમારી જામી છે.”
“પણ હું શું કરી શકું? સલીમશાહ, રાજકાજથી તો હું અલગ થતો જાઉં છું, ને પિતાજીની પણ અનિચ્છા છે.”
શ્રેષ્ઠી રાજપાળજી પડખે ઊભા હતા, જાણે અંધારામાં કઈ અણનમ તાડનું વૃક્ષ ખડું હતું. હેમરાજજીએ તેમના તરફ ઈશારો કર્યો. આપના પિતાજી એ મારા તે બુઝર્ગ ! શેરના સિંહાસનના
રાજકીય ક્ષેત્રમાં ઃ ૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org