________________
સલીમશાહના વિરોધીઓ એકઠા થતા લાગે છે.” મુબારિઝખાને તક જોઈને શાહને ચેતવ્યો.
મને પણ એમ લાગે છે. હું વિચાર કરી રહ્યો છું.'
એમાં વિચાર કરવા જેવો વખત નથી. માલિક, મારું માનો તે મેટા શાહને દિલ્હીના કેઈ ઉદ્યાન મહેલમાં જ બંદગી કરવાની સગવડ કરી આપીએ. ખુદાના બંદાઓને તો શું બિયાના કે શું દિલ્હી ! શું જંગલ કે શું મહેલ ! બધું સરખું.”
“બરાબર છે. મેટા ભાઈને જણાવો કે તેઓ દિલ્હી આવીને રહે; તેમને અહીં તમામ સગવડ મળશે. મુબારિઝખાન, તમે પોતે જ જાઓ, ને મોટા ભાઈને સમજાવી લાવો.”
પણું દિલ્હી આવવાની નારાજી બતાવે તો ?” “શાહી રુક્કો લેતા જાઓ.”
એ રુકકો ન માને તો ? શાહી આજ્ઞા પણ લોપે તો ? કહેશે કે ફકીરને વળી શાહ કણ ને સાંઈ કોણ?”
“શાહી ફરમાનના ઉલ્લંઘન આગળ હું કેઈનું નહીં સાંખું; સાંખી લઉં તો સલતનત ન ચાલે. ઘણા દિવસ સહન કર્યું. મોટા ભાઈએ જ પહેલું પગલું ભર્યું છે. ત્યાં રાજદરબારીઓને ડાયરો ભરવાની શી જરૂર હતી ?”
“જહાંપનાહ, કહ્યું છે ને કે લાવાના સળગતા પહાડનું મેં તો લીલીછમ હરિયાળીથી ઢંકાયેલું હોય છે. વખત આવે હરિયાળી ચાલી જાય છે, ને અગ્નિ ભડભડી ઊઠે છે.”
એ અગ્નિ કેમ શાંત કરે તે હું જાણું છું. જાઓ, મુબારિઝખાન, તમે જ જાઓ ! શાહી ફરમાન સાથે લેતા જાઓ. હા પાડે તો શાહી હાકેમનું માન આપજે. ના પાડે તો સોનાની બેડીમાં ૨૬૪: દીવા પાછળનું અંધારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org