________________
રે મમ પ્રીતમ પ્રાણધાર ! ઢમાક–ઢમાક ધમ, માક ધમ ઢાલક બાજવા માંડયું. પગના ઘૂઘરાએ પણ સ્વર મિલાવ્યા. શું અજબ નૃત્ય ! વાહ રે ઢોલા મારૂની બહુરાણી !
ધીરે ધીરે ઢેલનો અવાજ ઠંડો પડતો ચાલ્યા ને વિશાળ ઉદ્યાનમાં જાણે બપૈયે, કોયલ, બુલબુલ ટહુકવા લાગ્યાં; સાથે સાથે ગીતના લય છૂટવ્યા :
ખાવન ધાય જગ બલાઇયાં,
દુઃખ દિયા ગલ બિથ પઇયાં ફાઇયાં; છેતી એનું કટ સાંઈયાં
તું સબદા દુ:ખ કણહાર, ગોરા ગેારા હાથમાં કાળાં કાળાં કંકણ સાથે પંજાબનું પ્રચંડ રૂ૫ આવતું હતું. રેશમનું લાંબી બાંયનું કુરતું એની કાયાને ઢાંકતું હતું ને દશા હાથની સાડી છૂટા કેશલાપ પર પડી હતી. કંકમવિહેણું એનું ભાલ રૂપની એક નવી પેત પેદા કરતું હતું. અરે, શશિપુન્હની પુરાણી યાદ તાજી થઈ!
અને એ જ બપૈયા આકાશની વાદળીઓ જોઈ વધુ ટહુકારવા લાગ્યા. પરદેશ ગયેલા પ્રીતમની યાદમાં પૂરબી નારી પાગલ થઈ ઊઠી. એણે માથે સિંદૂરની મોટી આડ કરી, કાનમાં કર્ણફૂલ નાખ્યાં, નાકમાં નકવેસર નાખી, પગનાં આંગળાંમાં બિછવા નાખ્યા, મેંમાં તંબુલ નાંખ્યું, દાંતે મિસી ઘસી અને છમાછમ...છમાછમ... ઘૂઘરા છમકી રહ્યા.
આવ ગુસૈયા મોર મંદિરવા,
તેર બિન મોર લગે ન જિયરવા બેગ ખખરિયા લેવ પિયરવા, કાહે મોકો દિલ્ડ બિસાર;
ચિંતામણિ : ૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org