________________
એમ સમજીને એ ફળ બંને ખાઈ ગયાં. અને ખાતાંની સાથે એ બંનેમાં અજબ ફેરફાર થવા માંડ્યો. બંનેની આંખો કટાક્ષ કરવા લાગી, દિલ ફડકવા લાગ્યું. એકબીજા તરફ કદી ન અનુભવેલી એવી લાગણીઓ થવા લાગી. એકબીજાએ એકબીજાના દેહ સામે જોયું તે બન્ને શરમાયાં, ને પાસે પાંદડા પડયાં હતાં, એ લઈને પોતાની લજજા ઢાંકી. ખુદાને એ વાતની ખબર પડી. એમના ક્રોધનો પાર ન રહ્યો. બા, આદમ તો તેમને પ્રિયમાં પ્રિય ! અરે, એ ખાતર તો એમણે એક ફિરસ્તાને સ્વર્ગમાંથી કાઢી મૂકેલે.”
દેવતા કરતાં આદમ ખુદાને વધુ યાર ? રોશન ! તું ખૂબ ખૂબ જાણકાર લાગે છે. તારા દેહ જેવું તારું દિલ પણ રૂપાળું છે."
બા, એ દેવતા તે શયતાની વાત એવી છે, કે ખુદાએ હજરત આદમને બનાવ્યા, ત્યારે તમામ ફિરસ્તાઓને તેમની સિજદા --પ્રાર્થના કરવા હુકમ આપે. ખુદાઈ હુકમને કણ શિર ન નમાવે ? તમામે તેમ કર્યું, પણ એક દેવતાએ ના પાડી. એણે કહ્યું : “હું તો આગથી બનેલો છું ને આદમ તો માટીનો છે.” પણ ભલા ખુદાના હુકમ આગળ શું આગ ને શું માટી! એ મગરૂર ફિસ્તા પર ખુદા નારાજ થયા, ને એને “શેતાન ” નામ આપી સ્વર્ગમાંથી તગડી મૂક્યો. મલિકા, હજરત આદમ તો આટલા બધા પ્યારા
ખુદાને ! પણ એમના હુકમનો ભંગ કર્યો એટલે બંનેને સ્વર્ગમાંથી રજા મળી. બાબા આદમ ને બીબી હવા આ દુનિયા પર આવ્યાં. બાબા આદમને અરબસ્તાનના જ દો બંદરે ને બીબી હવાને ઘોઘા બંદર પાસે નાખ્યાં. બંનેએ ખુદાની પ્રાર્થના કરી, એટલે મક્કા શરીરમાં ભેગા કર્યા, ને એમાંથી માનવજાત પેદા થઈ.”
રોશન, તે સુંદર વાત કહી. લંકાની લાડી ને ઘોઘાનો વર તે આનું નામ. મને લાગ્યા કરતું હતું કે આદમીને પાક–નાપાક પણ કેમ પ્યારું લાગતું હશે ? આખરમાં શેતાન પણ એક ફિરસ્તો
૨૩૦ : બુલબુલનું રુદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org