________________
ગઈ. પણ જેવી ગઈ તેવી પાછી આવી. એના કોમળ હાથમાં એક મજબૂત સુવર્ણમંજૂષા હતી. કીંમતી વસ્તુઓ એમાં સચવાયેલી હેય એમ ચારે તરફથી એ મજબૂત રીતે બંધ કરેલી હતી.
મંજૂષાને ચંદનની ઘડી પર મૂકતાં મલિકાએ એક વાર અટ્ટહાસ્ય કર્યું. આ હાસ્યમાં ઘેલછાની છાયા સ્પષ્ટ દેખાતી હતી.
મલિકા હસતી હસતી કંઈક બબડી રહી હતી.
આજે રજપૂતાણુઓના જોહરને પણ ઝાંખું પાડે તેવું કામ હું કરી બતાવીશ–હિન્દુઓની આત્મહત્યા, મુસલમાનની ખુદકશી ! આગમાં એક વાર ઝંપલાવી દેવું રમત છે, પણ આમ જીવતા જાગતા મોત સાથે રમવું સહેલ નથી !
મલિકાએ ધીરેથી મંજૂષાનો એક ભાગ ઢીલ કર્યા. અંદર કોઈને સળવળાટ સંભળાય. મલિકાએ મંજૂષા પર જોરથી હાથ માર્યો. કૂ..... અંદરથી ભયંકર ફૂંફાડ સંભળાયો.
ઓ મલયગિરિના મહારાજ, જાગી જાઓ ! વર્ષો પછી તમારે જાગવાની વેળા આવી છે. આજ એક સુંદર શિકાર તમારે હાથ આવ્યો છે. યાદ છે તમારી કહાણી ચંદનવૃક્ષ નીચેની તમારી પ્રિયતમા સાથે તમને આવ્યાને વર્ષો વીતી ગયાં. અને ચુનારગઢના અંતઃપુરમાં કેટલાય લાચાર ગુનેગાર કે બિનગુનેગાર તમારા હસ્તે સ્વધામ સિધાવ્યા. ચુનારગઢનું અંતઃપુર હમેશાં ભેદભરમનો અખાડો હતો. જેનું જોર ચાલતું એ તમારી પાસે પિતાના હરીફને મેકલતુ, અને તમે એનો ન્યાય તરત ચુકાવતા. યાદ છે ને, સિપાહી જ્યારે કોઈ આદમીનો હાથ જબરદસ્તી તમારી મંજૂષામાં મુકાવતો, ત્યારે એ લાચાર જીવની ખા કેવી ટગર ટગર ચારે તરફ જોતી ?”
મલિકા મંજૂષાની અંદર ફેણ માંડીને ટટાર થયેલ ભોરિંગરાજની આંખે સાથે તારામૈત્રી કરી રહી. લીલી લીલી આંખ સામે પીળી
બુલબુલનું રુદન : ૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org