________________
હેમરાજના પેલા શબ્દ પગલે પગલે સાચા પડતા હતા કે તલવારથી કદાચ સે બસને હરાવી શકાય, પણ હિકમતથી– ચાલાકીથી આખ સૈન્યને હંફાવી શકાય.
જોધપુરનો ગઢ રાજાવિહોણે બન્યો. દિહીશ્વરે હલ્લો કરી દીધો. કિલે હાથવેંતમાં સમજી શાહી સેના આગળ વધતી હતી. અચાનક મારવાડને સરદાર રાણે કુંભે બાર હજારની સેના સાથે મેદાને પડવ્યો. એંશી હજાર સામે શરા બાર હજારે જુદ્ધ જમાવ્યું.
બારે હજાર જીવતાં પાછા ફરવાની આશા મૂકીને આવ્યા હતા; એ તો ખડિયામાં ખાંપણ નાખીને નીકળ્યા હતા. કેવળ રજપૂતીનું નામ રાખવાની તમન્નાએ, હિંદુઓની વીરપરંપરાની યાદ આપવા સહુને તેગ ઉઠાવી હતી.
તુમુલ યુદ્ધ જામ્યું. શ્રી રજપૂતાઈને પચે ફરી એક વાર શાહને મળે. દિલ્હીને શાહ વિચારમાં પડી ગયા.
' અરે, મૂઠીભર બાજરો મેળવવાના લોભમાં એને માટે રાજ ખવાનો પ્રસંગ આવ્યો.
મોટી સંખ્યા સાથે લડતા મૂઠીભર રજપૂતો હવે થાક્યા હતા. યુદ્ધના અવિરત શ્રમથી શ્રમિત થયેલા તેમને કોઈ નવી મદદ મોકલે તેમ ન હતું. શેરશાહનું અનામત લશ્કર છેડવામાં આવ્યું. એક એક રજપૂત ત્યાં મેદાન પર કપાઈ મૂઓ. કોઈએ પીઠ ન બતાવી.
કાળખંજરી બજાવતી રાત્રિ રણમેદાન પર આવી, ત્યારે બધા રજપૂત યોદ્ધાઓ ચિરનિદ્રામાં પોઢી ગયા હતા. ને દૂર દૂર અસ્થિપિંજર જેવા ઊંચા શાલ્મલી વૃક્ષ પર બેઠે બેઠે ઘુવડ ઊંચે સાદે એમને જગાડવા યત્ન કરી રહ્યો હતો.
શૂરા સેનિકોની સેવાબદાસ્ત કરવા નીકળેલ શહેનશાહ અંધારી રાતે યમદૂત જેવો લાગતો હતો. પાછળ ફરતા અનુચર મહાદેવના ગણ જેવા ચિત્રવિચિત્ર ભાસતા હતા.
રજપૂતાઈના રજકણો : ૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org