________________
પૂજારીઓને હૈયે યુદ્ધનાં રણશિંગાં ફૂંકી શત્રુને સમજી લેવાનું ન વસ્યું. તેઓએ નિર્જીવ રામલીલામાં વાલવધ તે રાવણુસંહાર નીરખ્યા કર્યા; દશેરાના ઘેાડા ને દિવાળીના દીવાએ સદા પેટાવ્યા કર્યાં; જન્માષ્ટમી ઊજવી ક ંસ તે કૃષ્ણનાં ચરિત્ર સાંભળ્યાં, પણ કુસ પી હૈયામાં કશી ચમક ન આવી. જાણે આખા એમને સંસાર જડભરતાના બન્યા હતેા. જાતિ, કુળ ને ધર્માંથી એક, પણ અંદરના ભેદાભેદોથી ખૂબ ખૂબ દૂર આ રજપૂતાઈ મુસદ્દીવટ વીસરી ચૂકી હતી. એમની મૂÈાના વળ ઊતરતા જ નહોતા. એમની મેટાઈનાં ગાણાં કદી બંધ જ થતાં નહોતાં.
ભલે એ બધા પેાતાનાં ઘર સંભાળી એસી ગયા હાય, પણ શેરશાહ એમ નિરાંતે બેસી રહે તેમ નહતેા. એણે એક પ્રબળ શત્રુને ઠાર કર્યાં હતા. બીજા પ્રબળ શત્રુ તરફ એની ગરુડષ્ટિ ચોંટેલી જ હતી. પણ કાચું કાપે એવા એ ઉતાવિળયેા પણ નહેાતે. સાપ અને શત્રુને છંછેડયા પછી, એને નાશ કર્યાં વગર ન જપવાના નિયમમાં એ માનનારે હતેા. એના સેનાપતિએ મુલતાન તે સક્કર જીતતા હતા. એનું ભૌગોલિક જ્ઞાન કહેતું હતું કે મુલતાન તે સક્કર જિતાય તે। બાકી રહેલે એક માત્ર અળિયા રજપૂત રાજા માલદેવ ત્રણ તરફથી ઘેરાઈ જાય.
દિલ્હીશ્વર શેરશાહની સેનાના પગલે પગલે વિજય ઘેરાયા હતા. રાજાએ એ કાળ હતા, પણ પ્રજાતા તે! એ તારણહાર હતા. મુલતાન તે સક્કરને વિજય કરીને પાછી ફરેલી એની સેના દિલ્હીમાં પ્રવેશી. એના પછી થેાડા દિવસે શહેનશાહે સૂચને ઢોલ પીટયો.
એ કૂચ મરુભૂમિના શેષ રજકણા તરફ હતી, મારવાડના રાળ માલદેવ પર હતી. રાયસેનની કતલ શાંતચિત્તે નીરખનાર રાજા માલદેવ રેતીના અનન્ત રજકણા વચ્ચે શત્રુના ધે!ર પડછાયા નીરખી રહ્યો.
રજપૂતાઈના રજકણા : ૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org