________________
નીરખું છું, ને મને રાજા ભોજ યાદ આવે છે, સગો માજો ભાઈ યાદ આવે છે. એને જોઉં છું, ને હિંદુ-મુસલમાનના ભેદ વીસરી જાઉં છું. એના જેટલે ઉદ્યમી, ખંતવાન, ચારિત્ર્યશીલ બહાદુર બીજો એક પણ રાજા આજે મારી નજરે ચડતો નથી. અને સુંદરી, ઇતિહાસ તો તેં ક્યાંથી વાંચે હાય! મેં તો દિવસો સુધી ધર્મશાસ્ત્રની જેમ એને ગોખે છે. મહમદ ગજનવી ને શાહબુદ્દીન ગોરીએ જે દિવસે હિંદના રાજાઓને પછાડ્યા – તે પછી આજ સૈકાઓ વીતી ગયા. એકે બહાદુર હિંદુ બહાર આવ્યો ? કેઈને સાર્વભૌમ સત્તા સ્થાપવાનાં સ્વપ્ન આવ્યાં? સહુએ પોતાનાં નાનાં નાનાં રાજ્ય સંભાળ્યાં; ને કહ્યું કે વગર કહ્યું પરદેશીઓના હાથ મજબૂત ક્ય. પ્રજામાં પ્રાણ હોય તો પરદેશીઓય દેશી બની જાય. ઋષિક, તુખાર, શક, હૂણ, કુશાન પદેશીઓ જ હતા. એમણે હિંદુસ્થાન છે, પણ જીવંત હિંદુ પ્રજાએ એમને જીત્યા. તેઓએ તેમને હિંદી બનાવી દીધા. તમારામાં પ્રાણ હોય તો તમે મુસલમાનોનેય શકકુશાનની જેમ તમારામાં મેળવી શકો છો. દૂધમાં પડતી સાકર પરદેશી તત્ત્વ નથી. અને હોય તો પણ એ તરવથી તો એર મીઠાશ જામે. એમનાથી છૂણું કરે હિંદુસ્તાન જીતી નહીં શકાય. જે અનિવાર્ય બન્યું છે, સમયસૂચક પ્રજાએ એનાથી હાથ મિલાવી આબાદી માટે યત્ન કરવો ઘટે. કુંદન, મારો શેર એવો છે, કે હિંદના સિંહાસને એવો કોઈ પરદેશી આવ્યો નહીં હોય ને આવશે નહીં!”
પણું ધર્મ તો જુદો ને! ” કુંદનદેવી દિવસથી મનમાં જામેલા શંકા-કુશંકાનાં જાળાં તોડતી હતી.
ધર્મ જુદો હોય તેથી થયું ? શૈવથી વૈષ્ણવ ધર્મ જુદો નથી ? વૈષ્ણવથી બૌદ્ધ ધર્મ જુદો નથી ? બૌદ્ધથી જૈન ધર્મ જુદા નથી ? એક ધર્મવાળાએ બીજા ધર્મવાળાઓ પર ક્યાં ઓછા અત્યાચાર ક્ય છે? શ–વૈષ્ણના, બૌદ્ધ-જૈનોના રક્તપાતોથી તો ઈતિહાસનાં ૨૦૪ : પતિ-પત્ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org