________________
તો શી વાત કરું ! ભાગ્ય તો ભૂસેટીને, પણ માર્ગમાં જખમી ઘોડે જમીન પર પડી તરફડીને મરી ગયો. પાસેથી એક મહાવત હાથી હાંકી જતો હતો. બાદશાહે એને પોતાને હાથી પર લેવા વિનંતી કરી. વખતની બલિહારી છે. પેલાએ ઘસીને ના પાડી.
સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન ” વાળી વાત જેવું થયું. બાદશાહને ક્રોધ ચઢયો. એણે ભાલાથી મહાવતને વીંધી નાખે. પાસેથી જ એક હીજડા નાસતો જતો હતો, એને મહાવતની જગ્યાએ બેસાડશે, ને આગળ વધ્યા. થોડે દૂર જતાં નદી આવી. હાથી તરીને પેલે પાર ગયે, પણ કિનારાનું ચઢાણુ બહુ જ ભારે. હીજડાને તે કંઈ હાંકતા આવડે ? હાથી લપસ્ય. ગરીબનું નસીબ ગરીબ. દુર્ભાગી બાદશાહ પાણીમાં ગળોચિયાં ખાવા લાગ્યો, પણ જેને રામ રાખનાર તેને કેણ ચાખનાર ? અચાનક બે મોગલ સિપાહીઓની નજર પડી. એમણે પાણીમાં પાઘડી નાખીને બાદશાહને ખેંચી લીધો. અહીંથી બાદશાહ આગ્રા તરફ દેડક્યો. રસ્તામાં હિંદાલ ને અસ્કરી મળ્યા. ત્રણે ભાઈઓ આગ્રાના ખજાનામાંથી લેવાય તેટલી ધનદોલત લઈ લાહોર તરફ નાઠા. આશા હતી કે ત્યાં બેઠેલો ભાઈ કામરાન કંઈક મદદ કરશે,
પણ શેરશાહ કંઈ કાચો નહોતો. એણે પંજાબ સુધી તેઓનો પીછો પકડો. પંજાબને શાહ કામરાન પહેલાં તો બાંધવત્રિપુટીને જોઈ ભડકી ઊઠયો. હજી બધાની સાથે વાતચીત કરે છે, ત્યાં તે શેરશાહ સૂરના ડંકાનિશાન ગગડ્યા. કામરાનના મોગલ સૈનિકો હિંમત હારી ગયા હતા. કામરાને પંજાબ શેરશાહને ચરણે ધરી સંધિ કરી, કાબુલને માર્ગ લીધો. પંજાબ તો પ્રવેશદ્વાર, એટલે શેરશાહને તો કબજે કરવું જ હતું. એક પણ મેગલ બચે હિંદમાં ન પ્રવેશી શકે તેવી યેજના કરવાની હતી. લાહોર કબજે થયું એટલે ત્યાં છુપાયેલા બધા નાસવા લાગ્યા. મીરઝા હૈદર કાશ્મીરમાં
પડદા પાછળનો પુરુષ : ૧૯૩
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org