________________
કારણ કે હવે એના શુભ સાથે પિતાનું શુભ જોડાયું હતું.
પણ ફરી શુભ વાંછના પર પાણી ફરતું લાગ્યું. સમરાંગણના સમાચાર જ બંધ થઈ ગયા, પૂરા બે દિવસ ને બે રાત્રિ વ્યતીત થઈ ગઈ, છતાં કઈ કશી ખબર જ લાગ્યું નહીં ! શું થયું હશે ? કેમ થયું હશે? કુદનદેવી ઊંઘી ન શકી. એના સશક્ત દેહમાં છુપાયેલું મૂઠીભરનું હૃદય કંઈને કંઈ ઉલ્કાપાત મચાવવા લાગ્યું. ઈષ્ટદેવને સ્મરી સ્મરી કંઈ બાધા-માનતા માનવા લાગી.
અને ઇષ્ટદેવે એની બાધા-માનતા જાણે એકદમ કબૂલ કરી. દરવાજા પરથી રણશીંગાનો અવાજ કર્ણપટ પર અથડાયો. પાછલી રાતના અંધકારમાં મશાલોનો પ્રકાશ ઝગમગી ઊઠયો. તોપો ફૂટવા લાગી, શાહી મહેલના બુરજ પર દીવાઓ ઝળહળી ઊઠયા. મંદિરોના ઘંટ ને મસ્જિદમાંથી બાંગ સંભળાવા લાગી. નગરીના રાજમાર્ગો પર હોકારા ને પડકારા ગાજી રહ્યા.
આદિલ ઉલ સુલતાન શેરશાહની ફતેહ! ' શેરશાહની ફતેહ ?”
હા, શેઠાણી સાહેબા ! અજબ ફતેહ, ગજબ ફતેહ! પાણપત ને ખાનવાનાં મેદાનની બાજુમાં, કનોજ શહેરની પાસે, બરાબર બીલીગ્રામ પાસે બંને સૈન્ય વચ્ચે ચકમક ઝરી ઊઠી ! વાદળથી વાદળ, પહાડથી પહાડ જાણે ટકરાયા. શું શહેનશાહ હુમાયુનો ભારે ઠાઠ! મોટી મોટી મૂછોવાળો મીરઝા હૈદર વચ્ચેવચ ઊભે હતે; જાણે ખાધા કે ખાશે એ એને ચહેરો મહારે! આ કાળા મેની તોપોની બે બાજુ મોટા મોટા અરબી ઘોડા પર મોગલ સૈનિકે. હમણું માર્યા કે મારશે, એવી એમની હાલચાલ !
ક્યાં સાગર જેવું હિલેળા દેતું મેગલ લશ્કર ને ક્યાં તૂબડીમાં કાંકરા જેટલું અફધાન લશ્કર ! મીરઝા હેદર ભારે ચીવટથી ૧૯૦ : પડદા પાછળને પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org