________________
બહેન, ધૂછશ નહિ! શેરશાહ શરાબની જેમ પરાયી એરતોને પણ સ્પર્શ કરવા માટે નાલાયક સમજે છે ! હું જાણું છું, ખૂબસૂરતી બહુ બૂરી બલા બને છે, જ્યારે એ કઈ જાલિમને ભેટે છે. સુંદરી, તને કેઈએ સતાવી તો નથી ને ?” શબ્દમાં ભરોસો આવે એવી આદ્રતા હતી.
ધ્રુજતી સ્ત્રી કંઈ વિશ્વાસ કરી શકી નહીં. જાસુદના કુમળા ફૂલની જેમ એ ભયથી ધેળી પડતી જતી હતી.
બાદશાહ હુમાયુ ભલે મારે દુશ્મન હોય, પણ એનાં બીબીબચ્ચાં મારાં દુશ્મન નથી. ઓરત–એક નિરાધાર સ્ત્રી, શેરશાહનું પહેલું સંરક્ષણ પામે છે ! ગાય ને બકરી એક આરે પાણી પીએ, એ તો મારે આદર્શ છે. પછી શું ગાયની કતલ મારે જ હાથે હું જ કરીશ ? બેગમસાહેબા, આ ઘર તમારા ભાઈનું સમજજે. કાલે શાહી સવારે તમને આગ્રા પહોંચાડશે.”
બાંદીઓ ખંડના દરવાજે આવી પ્રવેશ માટે આજ્ઞા માગતી હતી. અમીર-ઉમરાવો સાથે જ હતા. પ્રવેશની આજ્ઞા આપતાં બાદશાહે જરા હસીને કહ્યું :
આવો મારા વફાદાર મિત્રો! આ સુંદર ભેટ માટે શેરશાહ તમારો આભારી છે. શહેનશાહ એટલે વિલાસી, બાદશાહ એટલે બે જાતને આદમી. એની હાથીના દાંત જેવી બહાર દેખાડવાની ને જીવવાની બંને જિંદગી જુદી! એક તરફ એને સલ્તનત અપાવે, બીજી તરફ આ મદહોશ કરનારી સૌદર્યાલતાઓ એશ ઉડાવવા આપો ! એક તરફ એને જિંદગી આપે, બીજી તરફ એની કયામત લૂંટી લો !'
સુલતાનનો અવાજ ભારે થયો. અમીર-ઉમરા મનમાં મલકાતા મોટી આશાએ આવ્યા હતા. તેઓ તો જુવાની ને રૂપના પ્યાલા ચડાવવામાં ચકચૂર સુલતાનને જોવા ઇચ્છતા હતા. એકાદ જાગીરની
રાજા ભેજની યાદ ઃ ૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org