________________
હમણું જ આરામ લેવા ગયા હતા.
આકાશી તારાઓ એમ પર કંઈ કંઈ ભરતકામ કરી રહ્યા હતા. ઠંડા વાયુ સહુના દેહને સુખસ્પર્શ પહોંચાડી રહ્યો હતો. ધીરે ધીરે રાત વધતી ચાલી, ને કૃષ્ણ પક્ષની રાત પાછલા પહોરે ઊગનાર ચંદ્રમા પણ આકાશમાં ચમકી ઊઠડ્યો.
ચંદ્રના પ્રકાશમાં નાહતી ત્રિપુટી ડી વારે વીખરાઈ સુલતાન શેરશાહ પિતાના શયનખંડ તરફ ચાલ્યો. આજે રાજમહેલની શોભા અવર્ણનીય હતી. એનો ગોખે ગોખ, મહેરાએ મહેરાબ નવી રૂપશભા ધરી બેઠાં હતાં. ગુંબજે તો જાણે આકાશનું પરાળ તોડવા ઊંચે ઊડ્યા હતા. આકાશદીપકો સિતારાની જેમ ચમકતા હતા.
અનેક બદીઓ, ખાજેસરાઓ, તાતંર કુંડીઓ ચારે તરફ બંદોબસ્ત જાળવતાં હતાં. દક્ષિણની બારીઓવાળો હવામાનભર્યો ઓરડે શયનખંડ તરીકે સુસજજ કરવામાં આવ્યો હતો. દૂર દૂર સુધીનાં મેદાન, ખેતર ને સરિતાનાં વહેતાં રૂપેરી જળ દષ્ટિગોચર થતાં હતાં. બારી ઉપર પડેલા જરીકામના પડદા વાટે અંદર પ્રવેશતો તોફાની પવન, અનેક દીપકેના તેજથી ઝળાંહળાં હાંડી-ઝુમ્મરને ડોલાવતો હતો. એની પાછળ ચૂપકે ચૂપકે આવતાં ચંદ્રકિરણે કવિહૃદયને જાણે-અજાણે ડોલાવતાં હતાં. છત્રના દીપકો, કપૂરનાં જલતાં શભાદાને, ધૂપની અગરદાનીઓ ને શરબતના જામ મનને મસ્ત બનાવતા હતા.
સુલતાને ક્ષણભર ખંડમાં આંટા માર્યા. મસ્તકને દુખાવો તાજ અને શરીરને થકવી રહેલે જરિયાની જામો ઉતારી અળગાં કર્યા. દક્ષિણના તોફાની વાયુ સાથે એના વાંકડિયા વાળ ગેલ કરી રહ્યા. સુલતાન બારી વાટે દૂર દૂર સુધી નજર નાખી રહ્યો. ફરી વાર વિચારમાં ઊતરી ગયો. સ્વપ્નસિદ્ધિને આ સ્રષ્ટા ન જાણે ક્યા ક્યા મનસૂબા ઘડી રહ્યો હશે!
રાજા ભેજ ની યાદ : ૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org