________________
સુલેહ ને સંધિ કેવી! એ તો રાજનીતિની ચાલ. ભરપૂર લડાઈની તૈયારીઓ ચાલી રહી છે. સેનાપતિ ખવાસખાન ગૌડનગરથી આવતી રાજમહાલની ખીણ રોકી બેઠા છે. આદિલ ખાન ને જલાલખાન* કર્મનાશા પર મોરચા બાંધી રહ્યા છે. શેર પોતાના ચુનંદા સૈન્ય સાથે ઊપડવાની તૈયારીમાં છે.”
રેશન પિતાની વાત કરતાં થોભી. તે મારા શેરનાં દર્શન કર્યા?”
મલિકા, સ્વર્ગના દેવનાં દર્શન કરવાં ને તમારા શેરનાં દર્શન કરવાં સરખાં છે. હવે તો જ્યારે દિલ્હીને શાહ બનીને એ અમારી મલિકા પાસે આવશે, ત્યારે વાત છે! એની પ્રાણપ્રિયતમાને જ ક્યાંક છુપાવી દઈશું. ભલેને ખોળાખળ કરે. આખરે થાકીને અમને પૂછશે, કળ્યાં છે મારી પ્યારી મલિકા! અમે બેજબાન બની જઈશું. પછી કેવી મજ, કેવી લહેર આવશે !”
ઘેલી રોશનઆરાની વાત ઉપર વર્ષોની વિગી મલિકા હસી પડી. આકાશમાં વાદળો હસી પડ્યાં. થોડીવારમાં મુશળધાર વર્ષ મલિકાના મુક્ત હાસ્યની જેમ રેલી રહી.
- શેરશાહના પુત્ર. ૧૩૬: વિજોગણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org