________________
કાકૂબડી જ ! ન એના સંગમાં સુખ ને ન એના નામમાં શાંતિ ! એને ચહેરે જુઓ તો કાળો મેશ! દગાપ્રપંચ તો રોજના ચાલુ! છતાં ઈન્સાન એના પર મરવાના ! ન જાને એ કુબજાએ કેટલીય સુંદરીઓની જિંદગી નષ્ટભ્રષ્ટ કરી હશે.”
એ કુબજાને ન ઓળખી, મલિકા !”
એનું નામ સલ્તનત ! જે એના સંગમાં પડવો, એની સૂધબૂધ ગઈ. પણ શી એની ચાહના ! એના દીવાનાને જેમ એ તરછોડતી જાય એમ સહુ એને વધુ ને વધુ વળગતા જાય. જેને એ મળી, એનું સુખ ગયું, સુધા ગઈ, નીંદ ગઈ, નેકી ગઈ, ન્યામત ગઈ. ખંજરોની દુનિયામાં, વિષપાનની ગલીઓમાં, સાપ-વીંછીની પથારીએમાં એને હરવા-ફરવાનું. જીવતાં સુખ નહીં, ભારત ચેન નહીં ! જેમ કુબજા કૃષ્ણને હરી ગઈ, એવી આ કુબા મારા શેરને મારાથી દૂર દૂર લઈ ગઈ! સિતારા, પાંચ વર્ષમાં તો બહુ મોટી મોટી ઊથલપાથલ થઈ ગઈ છે. કહે છે કે ચુનારગઢ પહેલાંને ચુનાગઢ જ નથી. વારુ? રોશનને આવી પહોંચવાને હવે કેટલી વાર હશે ?”
તૈયારીમાં, સવારમાં ચુનારગઢથી નીકળેલ રથ સાંજે તે અહીં આવી જ પહોંચે! એટલી વારમાં શેતરંજ પૂરી કરી લઈશું?”
શું શેતરંજ પૂરી થશે ? મારા દાવ ફતેહ થશે? મારી કુરબાની મંજૂર થશે ?”
કુરબાની કદી નામંજૂર થતી નથી ! આપના દાવ ફતેહ થશે. શેતરંજ જરૂર પૂરી થશે.'
“ભરોસો નથી. મલિકાએ શેતરંજના દાવ ઘણું ખેલ્યા છે. એને ખાતરી છે, કે રાજકાજની કાળી કુબજાના પંજામાં પડેલા ભાગ્યે જ પાછા ફરે છે. સાંઈ બનેલે પ્રીતમ પાછો આવે, ખવાયેલ, ૧૨૬: વિજોગણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org