________________
આ ગ્રંથની રચનામાં મારે ધણાના ઋણુસ્વીકાર કરવાના રહે છે. પણ મારી માંદગી નિમિત્તે મને શ્વસુરગૃહે નેાતરીને આ લખવામાં સગવડ આપનાર મારા સાળા શેઠ કસ્તૂરચંદ્ર મેાહનલાલ, મારા સદાના સ્નેહી શ્રી શાન્તિલાલ (ગાવાલાલ ) માતીચંદ દેશી અને જોઈતી તમામ સગવડ નિઃસ્વાર્થ પ્રેમથી પૂરી પાડનાર રાણપુરના જાહેરજીવનના એક જોદ્ધા શ્રી વાડીભાઈ (વાડીલાલ સાંકળચંદ વડાદરિયા )ના આભાર મારે માનવા જ રહ્યો.
પાત્રરચના વિષે ને બીજી કેટલીક બાબતેાની ચર્ચા વાચકા માટે શેષ રાખી મારી આ કૃતિ ગુજરાતને ચરણે ધરું છું.
~~~જયભિખ્ખુ
१२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org