________________
આવા અલબેલા ખંભાતમાં એક વાર દેવચંદ્રસૂરિ નામના જૈન આચાર્ય આવ્યા. અગમ-નિગમના એ જાણકાર હેવાતા. થયેલું, થવાનું ને થનારું ભાખતા.
મહાન તપસરી હતા. વિદ્યાના તો સાગર હતા.
સહુ-સહુના ધર્મ પાળે. કેઈના ધર્મમાં લેઈ અંતરાય ન નાખે. ઉદ્ય મહેતા પોતાના નિયમ પ્રમાણે ઉપાશ્રયે ગયા. વંદન કરીને ગુરુની સમીપે બેઠા. પૂ. દેવચંદ્રસૂરિજીએ અચાનક પ્રશ્ન કર્યો, “મહેતાજી ! જે નિસરણીએ માણસ ઊંચે ચડ્યો, એ નિસરણીને એ ભૂલે ખરો ?
ના, ગુરુદેવ !' બુદ્ધિશાળી મહેતાને ગુરુજીના આવા પ્રશ્નથી આશ્ચર્ય થયું. તેમણે વાતનો ખુલાસો મેળવવા પૂછ્યું :
કઈ નિસરણી, ગુરુદેવ ? “ધર્મની.'
હા, પ્રભુ ! એ ધર્મના પ્રતાપે, એ ધર્મના નિયમોના પ્રતાપે તો બેડીનો ઉદો સવા લાખનો થઈ ગયો. એ ધર્મના પરધન અને પરસ્ત્રીના નામે મને આજ દંડનાયક બનાવ્યો. એ ધર્મ માટે તો જરૂર પડે જીવ આપું.' ઉદા મહેતાએ ભાવપૂર્વક કહ્યું.
છો તો ગુજરાતી ને ? ગુજરાતનું દિલમાં ઘઝે છે ને ? હા, ગુરુદેવ ! ઉદો એમાં અભિમાન લે છે.'
ગુજરાત તો સર્યું રાજા મૂળરાજે, પણ ભાષા વિના દેશ ક્વો ? મૂંગા લોક્વી કંઈ રાજકજ ચાલે ? ગુજરાતની ભાષા સર્જવી પડશે ને !
હા, ગુરુદેવ ! ભાષા વિના સાહિત્ય કેવું !'
અને સાહિત્ય વિના સંસ્કર ક્વા? અને સંસ્કાર વગરની પ્રજા કેવી ? ગુજરાતનું રાજ સ્થપાયું. ગુજરાતનો વૈભવ આવ્યો. ગુજરાતનો વેપાર વધ્યો, પણ ગુજરાતનું સાહિત્ય ક્યાં-ગુજરાતની સંસ્કૃરિતા ક્યાં ?' મને ખબર નથી. આપ બતાવો ક્યાં છે ?' ઉદ્ય મહેતાએ ક્યું.
ખંભાતના દંડનાયક ઉ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org