________________
૧
મારવાડ મનસૂબે ડૂબી
મારવાડનો સૂકો પાટ પડ્યો છે.
મોટું એવું મસાણ છે. પાસે સુકાઈ ગયેલી ની છે.
નદીને કાંઠે ઘેઘૂર ખીજડો ઊભો છે. પોલું એનું થડ છે. શીળી એની છાયા છે.
મરુભોમ છે. નાખી નજર પહોંચે ત્યાં સુધી લીલું ઝાડવું દેખાતું નથી. રણ, રણ ને રણ !
રેતીના વંટોળ ઊડે છે. બાવળના સૂક વનમાંથી લૂની લપટો આવે છે ચારે કોર ઝાંઝવાનાં જળ દેખાય છે. પાણીની આશાએ દોડતાં હરણાં ક્મોતે મરે છે. એવાં મરેલાં જાનવરનાં ઘડપજર રસ્તે-રસ્તે રઝળે છે. ખોપરીઓમાં ભરાયેલો પવન પાવો વગાડે છે.
કળા ઉનાળે એક જુવાનિયો પંથ કાપતો ચાલ્યો જાય છે. એ મારુ જુવાનનું ગોરું-ગોરું મોં છે. તાપથી તપીને એ તાંબાવરણું બન્યું છે. ઉંમર હશે સોળ સત્તરની, પણ નાની-નાની કામઠી જેવી મૂછો ખેંચાણી છે. ઘઢીના પલા
મારવાડ મનસૂબે ડૂબી ♦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org