________________
નીકળી પડી.
ઘમસાણ જુદ્ધ જામ્યું. ગુજરાતનાં અને સોરઠનાં લશ્કરો સામસામે આવ્યાં. પ્રારંભમાં તો બંને સરખાં ઊતર્યાં. ન કેઈ તસુ આગળ વધે કે ન કોઈ તસુ પાછળ હઠે.
બપોર થયા. ગુજરાતનાં લશ્કર જોર પર આવ્યાં. સોરઠના સૈનિકે પાછળ હક્યા.
વિજય હાથવેંતમાં લાગ્યો. સૂરજ અસ્તાચળ તરફ ઊતરવા લાગ્યો. લડાઈની પૂર્ણાહુતિ દેખાતી હતી, ત્યાં નવું પૂર આવ્યું.
- સોરઠી જોદ્ધા અડગ થઈ ગયા. ખરેખરનો રંગ જામ્યો. જોનારને એમ જ લાગે કે અત્યાર સુધી તો લડાઈ નામની ક્રેઈ બાળ-રમત રમાતી હતી. હવે જ સાચી લડાઈ શરૂ થઈ.
ગુજરાતનું સૈન્ય પાછું હઠવા લાગ્યું. સોરઠિયા જોદ્ધા જીત પર આવતા ગયા. મહામંત્રી ઉદયનની ગણતરી હતી, સાંજ પહેલાં લડાઈ ખતમ થઈ જવી જોઈએ.
સૂરજ આથમે એટલે તો આ બધા રાજા. પછી નવો દિવસ, નવો વેશ ને વળી નવે નામે લડાઈ ! મહેતાજીએ પોતાના ઘોડાને હાંક્યો, બરાબર લડાઈની વચ્ચે !
બરાબર તલવારોની તાળી જામી હતી. જીવ પર આવીને બધા લડતા હતા. બરછી, ભાલા, કૃપાણ, કટારી, ચાલતાં હતાં. તીરોનો વરસાદ વરસતો
હતો.
“જય મા ગુર્જરી!” રણહક સંભળાઈ, અને એ સાથે મહામંત્રી ઉદયન ઝૂધ પડ્યા. હોળીમાં ઘેરૈયા ઘૂમે એમ ઘૂમવા લાગ્યા. તલવાર તો જાણે વીજળીની ઝડપે ફરે છે.
“આજે શ્રમ પૂરુંકશે. આવતી કલ કંઠન હશે. મહામંત્રીએ પોકાર કર્યો.
એ પોકારે ગુજરાતની સેનાને ઉત્સાહ આપ્યો. તેઓએ જોયું તો એંશી વર્ષના મહામંત્રી માથું મૂકને ખેલ ખેલી રહ્યા છે. એમના ઘા ભલભલા જાવાન જોદ્ધાને ઝીલવા ભારે પડે છે.
વાહ, રંગ વાણિયા તારી જનેતાને !” ચારણોએ મંત્રીરાજને બિરદાવ્યા : “આજ તમારી કસોટીના ત્રાજવે શૂરવીરોને તમે તોળી લીધાં. એ તરફ જુવાન
શહાદત કે ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org