________________
७४०
૧ સાધુ-સેવા -મોક્ષ-સુખમેવાઃ શ્રાવક જીવાનંદ વૈદ્ય
પરમાત્માએ ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરી તેમાં શ્રમણોપાસક • શ્રમણોપાસિકાઓ શ્રાવક- શ્રાવિકા કહેવાય છે. પ્રભુ-સંઘના તે ગૃહસ્થ અંગો છતાંય જીવનમાં નાની-મોટી રાધનાઓ શકિત અને શુદ્ધ ભાવનાપૂર્વક કરવા દ્વારા તેઓ શ્રમણપણાને પ્રાપ્ત કરવા જ પુરુષાર્થ કરે છે. વર્તમાનમાં પણ અમુક શ્રાવકોની સાધના સાધુજીવનને છાજે તેવી સત્ત્વવાન હોય છે, જે છે શાસનની બલિહારી.
પ્રભુજીના ધર્મનો પાયો જ અહિંસા છે. આરંભસમારંભ ભરેલ ગૃહસ્થજીવન હોય કે દેશવિરતિ યુક્ત શ્રાવકજીવન, નાનીનાની બાબતમાં પણ જયણા રાખનાર સુખ સૌભાગી બન્યા છે, પરંપરાએ જીવ-દયા થકી સ્વયંના જીવમુકિતનું સિદ્ધ પદ પણ પામ્યા છે.
દેહાધ્યાસથી વિમુખ બનેલા તપસ્વી મુનિ ભગવંતના દેહમાં કૃમિકુષ્ટ રોગ વ્યાપી ગયો હતો. તે દેખી રાજપુત્ર મહીધરે સુવિવિધ વૈદ્યપુત્ર જીવાનંદને વ્યંગ્ય કરી નિઃસ્વાર્થ ઉપચાર કરી જા મેળવવા ટોણો માર્યો. તેથી સ્વમાની જીવાનંદે ઉપચાર-ઠવા વગેરેના વળતરમાં એક પણ પૈસાની અપેક્ષા વગર મહાત્માને નીરોગી કરવા સંકલ્પ કર્યો.
લક્ષપાક તેલ પોતાની પાસે હતું. ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ એક વ્યાપારીએ લાખ-લાખ મૂલ્યના છતાંય સાધુસેવામાં નિઃશુલ્ક ભેટ આપ્યાં. ઉપચાર માટે મહાત્માને વિનંતી જીવાનંદે કરી, જવાબમાં મૌન હતું. તેને જ સહમતિ જાણી સાધુ મહાત્માને તેમનાં જ ઇચ્છિત સ્થાને બેસાડી ઉપચાર ચાલુ કર્યો. સાવ નિર્દોષ અને જીવદયાના પ્રતિપાલક સાધુજીની સેવામાં પણ જીવહિંસા ન થવા દેવા જીવાનંદે કુદરતી મરેલ ગાયનું શબ મંગાવ્યું.
મુનિવરના દેહમાં ઉષ્ણ લક્ષપાક તેલનું મર્દન કરતાં જ તેની ગરમીથી કૃમિઓ બહાર આવ્યાં જેને રત્નકંબલની ઠંડક ઉપર ઝીલી લઇ તે કૃમિઓને પણ જીવતદાન આપવા તરત મૃત કલેવરમાં ઉતારી દીધા અને મુનિરાજની કાયાને શાતા આપવા ગોશીર્ષ ચંદન-લેપ કર્યો. આમ ચાર પ્રયોગને ચારપાંચ વાર કરવાથી મહાત્મા સાવ રોગમુકત બની ગયા. પોતાની સેવાનો લાભ આપી, વૈયાવચ્ચ કરનાર છએ મિત્રો
ઉપર સદ્ભાવ દર્શાવી મહાત્મા ત્યાંથી વિહાર કરી ગયા.
Jain Education International
ચતુર્વિધ સંઘ મિત્રોએ વધેલ ચંદન અને રત્નકંબલ વહેંચ્યાં ને જે દ્રવ્ય આવ્યું તેમાં પોતાની રકમ ઉમેરી સુંદર જિનાલય બાંધ્યું. ખૂબ પરમાત્મા- ભકિતના પ્રભાવે વૈરાગ્ય થયો અને વરસો જતાં છએ મિત્રો દીક્ષિત થયા. સુંદર સંયમ પ્રભાવે બારમાં દેવલોકે સામાનિક દેવ બન્યા. તે પછીના ભવમાં તેમાંથી પાંચ તો એક સાથે એક જ માતા-પિતાનાં પાંચ સંતાન રૂપે અનુક્રમે જન્મ્યા. ફરી ચારિત્ર ને સાધના દ્વારા લબ્ધિઓ છેલ્લે બધાય સમાધિ કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ અનુત્તરવાસી દેવ બન્યા. તેમાં જીવાનંદ વૈદ્યના જીવે તો રાજપુત્રના ભવમાં ચારિત્રાવસ્થામાં વીસ સ્થાનતપ આરાધી તીર્થંકર નામકર્મ નિકાચિત કરી લીધું, જેથી ચરમ ભવમાં આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થપતિ શ્રી આદિનાથ પ્રભુ તરીકે મોક્ષે સિધાવ્યા.
સાધુસેવાના અંતિમ ફળ મોક્ષના મેવા લેવા છએ મિત્રોનો એ ચરમ ભવ હતો. જીવાનંદ વૈદ્ય તીર્થંકર થયા. બાકીના પાંચ મિત્રો ભરત-બાહુબલિ અને બ્રાહ્મી-સુંદરી નામે પુત્ર-પુત્રી થયાં. અંતિમ મિત્ર પ્રપૌત્ર શ્રેયાંસકુમાર બની સુપાત્રદાન પ્રભાવે ભવ તરી ગયા. ગૃહસ્થજીવનથી થયેલ નિઃસ્વાર્થ સાધુ-સેવા, જીવદયા, પરમાર્થભકિત તથા વિવિધ આરાધક ભાવો થકી છએ મહાત્મા બન્યા, અંતે છએ જીવાત્માઓ પરમાત્મા પદ જેવું ઉત્કૃષ્ટ સિદ્ધિ- પદ પામ્યા.
પ્રભુએ દર્શાવેલ દેશવિરતિની ખરી સાધના એ છે કે તે દેશવિરતિજ સર્વવિરતિને અપાવે. રાગ-દ્વેષથી પર વીતરાગી બનાવે, અને મોક્ષ-સુખના પણ ભાગી બનાવે.
૨ જીવદયાની જ્વલંત જ્યોતિઃ શ્રાવક મેઘરથ રાજા
ચતુર્વિધ શ્રી સંઘ એટલે જીવનની મર્યાદાઓ પાળતું સંગઠન. તીર્થંકર સ્વયં ઉત્તમોત્તમ અરિહંત પદને જે મેળવી શકે છે તેમાં મૂળભૂત કારણ છે શ્રી સંઘમાં રહી કરેલી પૂર્વ ભવની આરાધનાઓ અને કારુણ્યભાવ કોઇ પણ તીર્થંકરના શાસનકાળમાં તેમના સ્થાપેલા શ્રી સંઘમાં જ જન્મ લઇ, જિનભાષિત માર્ગે વીસ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મને નિકાચિત કરી જનાર તીર્થપતિઓના પૂર્વ ભવનો ઇતિહાસ એક શ્રાવક તરીકેના પૂર્વભવ રૂપે હોઇ શકે છે. સામાન્ય આર્થિક ને ભૌતિક સમૃદ્ધિવાળા છતાંય અસાધારણ પ્રતિભાયુકત તેઓ આરાધનાઓમાં શિરમોર હોઈ શકે છે. એવી તો ઐતિહાસિક અનંતી ઘટનાઓ છે, પણ પ્રસ્તુત ઉદાહરણ છે, વર્તમાન ચોવીશીના સોળમા તીર્થંકર શાંતિનાથ
For Private & Personal Use Only
www.jainelibrary.org