________________
(૪૮)
આ ગ્રંથપ્રકાશનમાં જાણેઅજાણે પણ જૈનધર્મ કે પરંપરા વિરુદ્ધ કોઈપણ જાતનો ઉલ્લેખ થયો હોય કે કોઈપણ વિગતમાં જરા સરખો પણ અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા માંગી લઈએ છીએ. ગ્રંથના છાપકામમાં ધર્મપ્રેમી જ્ઞાનચંદજી જૈન તથા તેમના પુત્રો નિજેશભાઈ તથા નિલયભાઈએ ખૂબ જ કાળજી લઈ નોંધપાત્ર સેવા આપી છે. પ્રૂફરીડિંગના કાર્યમાં પણ ભાવનગરના જાણીતા કવિ રાહી ઓધારિયાનું યોગદાન નોંધપાત્ર રહ્યું.
વિશ્વકલ્યાણની ઉમદાભાવનાને બળવત્તર બનાવવા અને સાર્થક ક્ષણોનો સદુપયોગ કરી લેવાની વિચારણાએ જ આ કાર્ય ઝડપથી પૂરું થઈ શક્યું છે. ખાસ તો મારી ઉત્તરાવસ્થામાં મને બોટાદના ચાતુર્માસ દરમ્યાન પ.પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરિજી મહારાજે એક ઉમદા શીખ આપી હતી કે જિંદગીના પાછલા સમયમાં આનંદ અને શાંતિથી જીવવું હોય તો તમારાં શોખ અને રુચિની પ્રવૃત્તિ ચાલુ રાખજો. પૂજ્યશ્રીની આ સલાહને કારણે જ આ પ્રકાશન શક્ય બન્યું છે.
ભાવનગરમાં મનુભાઈ શેઠ અને વિનોદભાઈ શેઠનો સહયોગ જ્યારે પણ ઇચ્છું ત્યારે સતત મળતો રહ્યો છે. શ્રી પ્રફુલ્લાબહેન વોરાએ પણ ઠીક મદદ કરી છે. વ્યક્તિઓની પરિચય નોંધમાં અમારાં ટાંચાં સાધનો, પાનાંઓની જગ્યાની મર્યાદાને કારણે કેટલાક પરિચયો ટૂંકાવવા પડ્યા છે. મિત્રો અને મુરબ્બીઓએ અમારો વાંસો થાબડીને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા કર્યાં છે. આયોજનને ઘણા મોટા વર્ગના આશીર્વાદ અને શુભેચ્છાઓ સંપ્રાપ્ત થયું છે એ સૌને આભારના આસોપાલવથી શોભાવીએ છીએ. .
આ મોટા આર્થિક જોખમમાં પણ જે કોઈ સંસ્થાઓ અને વ્યક્તિઓએ ગ્રંથના આગોતરા ગ્રાહક થવામાં સહયોગ આપ્યો છે તે સૌના સૌજન્યની પણ સહર્ષ નોંધ લઈએ છીએ.
સૌનો ખૂબ ખૂબ આભાર.
जैन शासनके सभी पूज्य साधु-साध्वी भगवंतोको कोटी कोटी वंदना !
પ્રેળ :-પ. પૂ. મુનિાખ નયવર્શનવિનયની મ.સા. (નેમિપ્રેમી)
जीववहो महापावो-अहिंसा परमो धर्मः
संघवी केसरीमलजी सतराजी - कल्याण
વામિયન વસમવિયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org