________________
તવારીખની તેજછાયા
સમાધિ રાખવાની ઝલક આપી ગયાં : છેલ્લાં બે વર્ષથી ભયંકર માંદગીમાં પણ કેવલ મુક્તિનું ધ્યાન અને રટણ કરવા દ્વારા જેમણે અંતરના ઓરડે ઝગમગતી સમાધિની જ્યોતને જીવંત રાખવા જ્વલંત બનાવી. પૂજ્ય ગુરુદેવશ્રી પોતાના શિષ્યાવર્ગને દુ:ખમાં પણ સમાધિ કેમ સાચવવી? તેનું જીવતું જાગતું દૃષ્ટાંત રજૂ કરી ગયા. ગુરુદેવશ્રીને છેલ્લે ટાઇમ પૂછવામાં આવ્યું કે “ગુરુદેવશ્રી શું કરો છો?” “નવકાર ગણું છું.” બીજું શું વિચારો છો? કર્મશત્રુની સાથે લડાઈ કરું છું. છેલ્લે ટાઇમે પણ ગુરુદેવશ્રી કેટલા જાગૃત હતાં. સઘળું જીવન એવું આરાધનામય જીવ્યું હતું, જેથી છેલ્લે ટાઇમે પણ અપૂર્વ સમાધિ આવી ઊભી રહી. ગુરુદેવ છેલ્લા શ્વાસોચ્છ્વાસમાં પણ આંગળીના વેઢે નવકાર મહામંત્ર ગણતાં. છેલ્લે સંવત ૨૦૪૨ના કા.સુદ ૧૫ના સાંજે લગભગ ૭ વાગતાં પોતાની સંપૂર્ણ જાગૃત અવસ્થામાં જ શ્રી અરિહંત પરમાત્માને પ્રણામ કરી, સર્વજીવોને ખમાવીને ૧૮ વર્ષનું સંયમજીવન જીવીને ભયંકર વ્યાધિ વચ્ચે પણ સમાધિપૂર્વક વિનશ્વર દેહનો ત્યાગ કરી, તેમનો આત્મા સ્વર્ગનાં સોપાને ખડખડાટ પ્રયાણ કરી ગયો.
વિશાળ સંખ્યામાં શિષ્યા-પ્રશિષ્યાઓને નિરાધાર અવસ્થામાં શોકમગ્ન સ્થિતિમાં રડતાં કકળતાં મુકી ગુરુદેવ ચાલ્યાં ગયાં. અશ્રુભીનાં નયને અમે સહુ જોતાં જ રહ્યાં. પૂજ્ય ગુરુદેવશ્રીનો કારમો વિરહ અમારા માટે અસહ્ય બની ગયો. પ્રિય ગુરુમૈયાના વિયોગને વીસરી જવા માટે અમે ભલેને લાખો પ્રયત્ન કરીએ છતાં એ દુર્ઘટના વારંવાર અમારાં મનને કોતર્યા જ કરે છે. ગુરુદેવશ્રીનો સ્વર્ગે રહેલો આત્મા અમને સંયમ સાધનામાં વેગ અર્પે. છેલ્લાં બે વર્ષ જીવલેણ વ્યાધિ વચ્ચે પણ સમાધિસ્થ એવાં શ્રી ગુરુદેવશ્રીની સેવામાં પોતાનાં જ સંસારી પુત્રીરત્ના શિષ્યા પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. તથા પૂ. સા.શ્રી લક્ષિતપ્રશાશ્રીજી મ.સા. રાતદિવસ ખડે પગે સેવા ભક્તિ કરી ગુરુ પ્રત્યે વિનયવૈયાવચ્ચનો સહુના માટે અજોડ આદર્શ ઊભો કરી ગુરુ સમર્પણભાવને આત્મસાત્ કર્યો છે.
પ્રવર્તિની રત્ના પ.પૂ. સાધ્વીજી શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા પરમ વિદુષી ૫.પૂ. સા.શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.
સમુદાય—પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા., હાલ ગચ્છાધિપતિ આ.દેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરિશ્વરજી મ.સા.
Jain Education International
For Private
જન્મ—વિક્રમ સં. ૨૦૦૭, વિ.સં. ૨૦૧૬ જન્મસ્થળ–પિંડવાડા
માતુશ્રી—કમલાબેન કિસ્તુરચંદભાઈ જોગાતર
૦૧
પિતાશ્રી–કાળીદાસભાઈ
દીક્ષા—વિક્રમ સંવત ૨૦૨૫, વૈશાખ સુદ ૭ દીક્ષાસ્થળ—પિંડવાડા, રાજસ્થાન
વડી દીક્ષા—વિ.સં. ૨૦૨૫, જેઠ સુદ ૬, પિંડવાડા
દીક્ષા ગુરુ—પ.પૂ. પ્રેમસૂરિ દાદાના સંસારી બહેન મ.સા. પ.પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મ.સા.ના સુશિષ્યા પ.પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. કે જેઓ પોતાના માતુશ્રી છે. એમ પૂરાં પરિવારની સાથે દીક્ષિત બન્યા. દીક્ષા પર્યાય-૩૭ વર્ષ
પ્રવર્તિની પદ—વિ.સં. ૨૦૫૯, વૈ. વ. ૧૦
Personal Use Only
“પુત્રનાં લક્ષણ પારણામાં’—એ ઉક્તિ અનુસાર જન્મ્યા ત્યારથી આપના જીવનમાં અનેક ગુણો હતા જ. એમાં સંસ્કારી માતા પિતા દ્વારા સંસ્કારોનું સિંચન મળતા આપના એ ગુણો ખીલી ઉઠ્યા. આપ નાની ઉંમરમાં વૈરાગ્ય ભાવ પામી જીવનમાં વાવેલા ગુણોના ફળસ્વરૂપ પરિવાર સાથે દીક્ષિત બન્યા. આજે આપના જીવનમાં સરળતા, સૌમ્યતા, નિર્દોષતા, ઉદારતા, ગંભીરતા, સહનશીલતા, પરોપકાર રસિકતા, વાત્સલ્ય, નિર્દોષ સંયમચર્યા, જ્ઞાનરુચિ, ક્રિયારુચિ આદિ અનેક ગુણોના દર્શન થાય છે અને એના પ્રભાવથી જ જેમ પુષ્પની સુવાસથી ભમરાઓ સ્વયમેવ દોડીને આવે છે. તેમ અનેક લઘુ કર્મી
www.jainelibrary.org