________________
।। ૐ હૌં શ્રી કુંથુનાથાય નમઃ II
મુક્તિના મહા પથ સમા મહાભિનિષ્ક્રમણના માર્ગે શાસનની પ્રભાવના કરતાં છતાં વિચરતા પૂજ્યપાદ ગુરુદેવ પરમ પૂજ્ય મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.ની વર્ધમાન તપની ૯૮મી ઓળીનાં પારણાં પ્રસંગે
‘તેજતવારીખ' ગ્રંથમાં પેટલાદ નિવાસી ધર્મપ્રેમી શ્રાવરત્ન
શ્રી ક્લુભાઈ હીરાલાલ શાહ પરિવાર દ્વારા સૌજન્ય : શુભેચ્છા
અનાદિકાળથી શ્રી વીતરાગ પરમાત્માનું શાસન જયવંતુ વર્તે છે. આ પુનીત શાસનનું શરણું સ્વીકારીને અનંતાનંત આત્માઓ મોક્ષસુખના અધિકારી બન્યા છે.
સં. ૨૦૩૮માં નિડયાદ મુકામે આપે સંયમવ્રતનો સ્વીકાર કરીને ચારિત્રમાર્ગની પારિવારિક પરંપરાને આગળ ધપાવીને જિનશાસનની પ્રરૂપણા વધારેલ છે. એક જ કુટુંબમાંથી દસ-દસ પુણ્યાત્માઓ દીક્ષિત થાય એ જૈનકુળની ઉજ્જ્વળ પરંપરાનું પરિણામ છે. આ એ જ સર્વ ધર્મમાં પ્રધાન જૈન ધર્મ છે, જેની વર્તમાન ચોવીસીમાં ૨૨ તીર્થંકરો એક જ ઈશ્વાકુ કુળમાંથી થયા છે.
શ્રી બોરીવલી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ - શ્રી આદીશ્વર જૈન દેરાસર - ઉપાશ્રય, મંડપેશ્વરના આંગણે સં. ૨૦૬૦ના ચાતુર્માસાર્થે ૫.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય શ્રી વરબોધિસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. પંન્યાસ શ્રી કુલબોધિવિજયજી મ.સા., પ.પૂ. શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા., પ.પૂ. મુનિશ્રી પદ્મબોધિવિજયજી મ.સા. આદિ ઠાણાં-૭નાં પુનીત પગલાં થતાં જ શ્રી સંઘમાં ધર્મોલ્લાસનો તો જાણે જુવાળ ચઢી આવ્યો.
સંપ્રતિ મહારાજાના વખતના અતિ પ્રાચીન-અલૌકિક-પ્રગટ પ્રભાવી શ્રી આદિનાથ ભગવાનના સામ્રાજ્યે ભક્તિપૂર્વક અને સુખપૂર્વક વસતાં અત્રેના શ્રી સંઘમાં બાલ-બાલિકા શિબિરો, યુવક-યુવતી શિબિરો સામુદાયિક ૬૧૦ અક્રમ તપ, પૂર્ણિયા શ્રાવકના સામાયિકમાં ૮ વર્ષથી ૮૦ વર્ષની ઉંમરનાં ભાઈ-બહેનોની શ્વેત વસ્ત્રોમાં હાજરી, નૂતન શ્રાવિકા ઉપાશ્રયમાં પૂ. ગુરૂદેવની દાનધર્મની દેશના સંઘની ઝોળી છલકાઈ જવી ઇત્યાદિ અનુષ્ઠાનોની ભૂરિ ભૂરિ અનુમોદના, સાથે આપશ્રીની વર્ધમાનતપની ૯૮મી ઓળી નિર્વિઘ્ને પૂર્ણ થયાનો ધર્મોલ્લાસ !
પૂજ્ય ગુરુદેવે આટલી જૈફ વયે તપશ્ચર્યાને જીવનમંત્ર બનાવ્યો છે. અમારા ગૃહમંદિરમાં બિરાજમાન શ્રી કુંથુનાથ પ્રભુના અચિન્હ પ્રભાવથી અમોને શ્રી સંધની સેવાનો તથા આવા મહા તપસ્વી મુનિરત્નની વૈયાવચ્ચન અમૂલ્ય લાભ અહર્નિશ મળતો રહે છે તે અમારો મહાન પુણ્યોદય છે. અમોને ભવોભવ પરમાત્માનું શાસન મળે, ઉપકારી એવા પૂજ્ય ગુરુ ભગવંતોનો સંસર્ગ થતો રહે અને અમારા સંસારનો નિસ્તાર અલ્પકાળમાં થાય તેવી અભિલાષા સેવીએ છીએ.
હે જ્ઞાનપિયાનું ત્યાગી તપસ્વી ગુરુદેવ ! સંયમમાર્ગે આપ સદાય અગ્રેસર રહો, આત્મકલ્યાણ સાધવા સાથે સાથે આપ અનેક ભવ્યાત્માઓની મોક્ષસાધનામાં સહાયક બનો, આપશ્રીની સંયમયાત્રા શાસનદેવની કૃપાથી નિષ્કંટક બનો એવી અમારી અંતરંગ શુભેચ્છાઓ આ અવસરે પ્રગટ કરતાં આપશ્રીનાં ચરણકમળમાં ભાવપૂર્વક નમન કરીને અમો પાવન થઈએ છીએ.
હે સંયમના અનુરાગી ગુરુવર્ય ! આપે અરિહંતોના અનુગ્રહને તેમજ ગુરુદેવોની કૃપાને ઝીલીને અપૂર્વ પુરુષાર્થ ખેડ્યો છે. આપે સંયમજીવનને વિનયમય, સ્વાધ્યાયમય, તપોમય, જ્ઞાનમય, સાધનામય અને સેવામય બનાવેલ છે. આપ આપના કલ્યાણકારી જીવનકવન દ્વારા અનેક ભાવિ જીવોનું તથા અમ જેવા પામર જીવોનું કલ્યાણ કરીને મોક્ષમાર્ગી બનાવો અને અસાર સંસારથી સત્વરે નિસ્તાર અપાવો એવી મનોકામના અમારા આંતરસ્તલમાં હોરાત્રિ રમતી જ રહે છે.
લિ
Jain Education International
પૂજ્યશ્રીના ચરણકિંકર સમાન,
કનુભાઈ હીરાલાલ શાહ (પેટલાદવાળા) સહપરિવાર (હાલ : બોરીવલી)ના બહુમાનપૂર્વક કોટિ કોટિ જય જિનેન્દ્ર !
For Private & Personal Use Only
www.jainelibrary.org