SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ JODES ॐ पार्श्वनाथाय ह्रीं Jain Education International પ્રતાપ શાહ પરિ શાસનસમ્રાટ સમુદાયના સમર્થ વિદ્વાન પ.પૂ. આ. ભ. શ્રી વિજય ધર્મધુરન્થરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન શ્રી પ.પૂ. આ. ભ. શ્રી કુન્દકુન્દસૂરીશ્વજી મ.સા. આશીર્વચન E HOSISTE (પ્રેરક સંદેશો) \___ The મા સરસ્વતીના ખોળે સમય, શક્તિ અને વિત્તનું અર્ધ્ય ચઢાવનાર પરમહિતૈષી ભાઈશ્રી નંદલાલ દેવલુકને તેઓ દ્વારા સંકલિત ગ્રન્થ ‘શ્રી ચતુર્વિધ સંઘઃ તવારીખની તેજછાયા' ગ્રંથના વિમોચનના પરમપાવન પુનિત અવસરે....... For Private Personal Use Only ધર્મલાભ! સૃષ્ટિશિરતાજ ભવજલધિજહાજ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની પુણ્યસલિલા પાવન ધરા પાલિતાણા-જન્મભૂમિમાં દેહયષ્ટિ પામી વિદ્યાવ્યાસંગ કરીને મનઃપ્રાણમાં માતા-પિતાએ ગળથૂથીમાં પાએલાં સંસ્કારો તેમજ આ તરણ--તારણ ભૂમિ પર સંતોનાં શરણાં થકી હૃદયકૂપમાં અમૃતનાં ઝરણાં ભરીને શ્રી તાલધ્વજગિરિ તીર્થ-તળાજામાં શરૂઆતનાં વર્ષોમાં તમે રાજકીય ક્ષેત્રે પદાર્પણ કર્યું. તમારું નીતિમય, આદર્શ ને સૈદ્ધાંતિક જીવન, સંસ્કારમય તેમજ સાહિત્યમય વિચારધારાને રાજકારણ અનુકૂળ આવ્યું નહીં, જાણે કે જીવ ગૂંગળાવા લાગ્યો અને બહુ જલ્દી સમજાઈ ગયું કે આ લાઇન તમારા માટે ઊંધી પકડાઈ ગઈ છે ! સમયાંતરે ક્ષેત્ર ટૂંકું પડવા લાગ્યું અને ગગનવિહારી જીવડો વિશાળ ફલક પર જવા તલપાપડ થયો. આ જ અરસામાં જે સહજતાથી સાપ કાંચળીનો ત્યાગ કરે તે ન્યાયે રાજકારણના આભાસી વાઘા ત્યજીને ભાવનગરના મુકત વાતાવરણમાં સ્થાયી થયા. જીવનનું એક ચોક્કસ ધ્યેય નક્કી કર્યું અને સાહિત્ય-સમંદરમાં પૂરેપૂરું ઝંપલાવી દીધું. અહીંથી એમ કહી શકાય કે તમારા સાહિત્યરસિક જીવને યોગ્ય દિશા પ્રાપ્ત થઈ. સાહિત્યક્ષેત્રે ખેડાણ કરતાં મા સરસ્વતીની અસીમ કૃપાથી તમો સવાયા જૈન બનીને જૈનસાહિત્યમાં અનન્ય રસ-રુચિ કેળવતા ગયા અને તેમાંથી નવનીત તારવીને સંપાદનનું કઠિન કાર્ય હાથ ધર્યું અને સમાજ સમક્ષ ગોહિલવાડની અસ્મિતાથી શરૂ કરીને ચાર દાયકાની સાહિત્યસફરમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારતવર્ષ, એશિયા તથા વિશ્વની અસ્મિતાઓ તથા www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy