________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી દાસે વિ. સં. ૧૯૮માં છપાવ્યો હતો. બીજા ગ્રંથોમાં પ્રશ્નવ્યાકરણનો અર્થ આ રીતે કહ્યો છે : પ્રશ્ન વિદ્યાવિશેષ, તેનું વ્યાકરણ-વિવેચન, ૧૦ અધ્યયનમાં કરનારૂં જે અંગ, તે પ્રશ્નવ્યાકરણગ કહેવાય. જે દ્વારા કર્મો આવે એટલે કર્મબંધનાં કારણે તે આશ્રવ કહેવાય. સંવર એટલે કર્મને રોકવાનાં જે સાધનો તે સંવર કહેવાય.
અહીં લગભગ પ૩ અનાર્ય જાતિનાં તથા ૯ રહેનાં નામ જણાવ્યા છે. શ્રી જ્ઞાનવિમલસૂરિના વિવરણમાં પ્રાસંગિક કે વધારે જણાય છે. તથા લબ્ધિસ્તોત્રની અને પિંડનિયુક્તિની બીના પણ પ્રસંગે ઘણીવાર આવે છે, આ વિવરણને ગંગવિજયના શિષ્ય નયવિજયે વિ. સં. ૧૭૯૩માં લખેલી હાથપોથીના આધારે તૈયાર કરી છપાવ્યું. આ રીતે દશમા અંગની બીના ટૂંકામાં જણાવી.
૧૧ શ્રી વિપાકશ્રતની વૃત્તિ આદિની બીના વિપાક એટલે પાપકર્મનું અને પુણ્ય કર્મનું ફલ. તેને ભોગવનારા જીવોનું વર્ણન જે અંગમાં કર્યું છે, તે વિપાકશ્રુત નામે ૧૧મું અંગ જાણવું. આ અંગને ઘણે ભાગ વિચ્છેદ પામ્યા. તેથી હાલ મૂલ સૂત્રનું પ્રમાણ ૧૨૧૬ શ્લેક છે. મૂલ ટીકાને વિચછેદ થવાથી શ્રીઅભયદેવસૂરિ મહારાજે ૯૦૦૦ કપ્રમાણ નવી ટીકા બનાવી. આ અંગના બે શ્રુતસ્કંધ છે. પહેલા દુ:ખવિપાક નામના શ્રુતસ્કંધનાં દશ અધ્યયનમાં પાપ કર્મના દુ:ખરૂપ ફલને ભેગાવનારા ઉજઝતક વગેરે દશ જણાનું વર્ણન કર્યું છે. બીજા સુખ વિપાક નામના કુતસ્કંધનાં દશ અધ્યયનમાં સુખનાં સાધન દાન વગેરે ધર્મને સાધનારા સુબાહુ, ભદ્રનંદી વગેરેની બીના અનુક્રમે જણાવી છે. બે શ્રુતસ્કંધોમાં પહેલે શ્રુતસ્કંધ મોટો છે. શ્રીસ્થાનાંગસૂત્રના દશમા અધ્યયનમાં જણાવેલા દુ:ખવિપાકનાં દશ અધ્યયનને કર્મવિપાકદશા નામથી ઓળખાવ્યાં છે. તે નામમાં અને અહીં જણાવેલાં નામમાં સહેજ તફાવત જણાય છે : પણ અર્થમાં ફરક નથી. આ સૂત્રના યોગ કરતાં ર૪ દિવસ લાગે છે. તે આ પ્રમાણે છે. દરેક અધ્યયન-એક એક દિવસ ગણતાં ૧૦ દિવસ થાય, શ્રુતસ્કંધની સમુદેશ-અનુજ્ઞાને એક દિવસ, આ રીતે પહેલા શ્રુતસ્કંધના ૧૧ દિવસ, ને બીજા ગ્રુતસ્કંધના પણ એ જ કમે ૧૧ દિવસો, ને અંગના સમુદેશને ૧ દિવસ, તથા તેની અનુગાને એક દિવસ ગણતાં કુલ ૨૪ દિવસ થાય. જે અંગના બે શ્રુતસ્કંધો હોય, તે દરેક શ્રુતસ્કંધની સમુદેશઅનુજ્ઞા એક જ દિવસે થાય. ને જે અંગને એક શ્રુતસ્કંધ હોય, તેનો સમુદેશ એક દિવસે કરી બીજે દિવસે અનુજ્ઞા કરવી. આ સૂત્રની કથાનકના જેવી શૈલી બૌદ્ધોના અવદાનશતક, કમશતકાદિમાં પણ જણાય છે. શ્રીઅભયદેવસૂરિકૃત ટીકા સહિત આ વિપાકકૃત વિ. સં. ૧૯૭૬ માં આગામોદય સમિતિ તરફથી છપાયું હતું. તે પહેલાં બાબુ ધનપતસિંહે પણ છપાવ્યું હતું. બીજા વિદ્વાનોએ અંગ્રેજી અનુવાદ વગેરે સાથે આને છપાવ્યું છે. આ રીતે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org