SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત જેવું ઊંચું જિનમંદિર કરાવે, પ્રતિમા ભરાવે, તેને જે લાભ થાય, તે મુનિપણાની નિર્મલ આરાધના કરવાથી થતા લાભના અનંતમા ભાગ જેટલો પણ કહી શકાય નહીં. આજ મુદ્દાથી જાવાજીવ સુધી અનારંભાદિ ગુણેના ધારક મુનિવરે ભાવ સ્તવને જ આરાધે છે. રુહસ્થ તેવા ગુણેના ધારક નથી, તેથી તેઓ સંસારસમુદ્રને ચુલુ જે કરનાર દ્રવ્યસ્તવ જરૂર કરે એમ કહ્યું છે. તથા યોગ્ય પ્રસંગે એ પણ કહ્યું છે કે સાધુ-સાધ્વીઓ આરંભાદિનાં કાર્યો કરે તો ભવભ્રમણ વધારે છે, ને આ શ્રીમહાનિશીથ સૂત્રને અથ યોગ્ય શિષ્યને જ ભણવા જોઈએ, તથા અહી યોગ ક્રિયાના પ્રસંગે તપની બીના, અને ૧૬ ભેદ તથા ૧૯ભેદે કશીલિયાની બીના તેમજ જ્ઞાન કુશીલિયાના ૮ ભેદ કહીને નવકારના ઉપધાનનું વર્ણન કરતાં દયાધર્મની પ્રસંશા કરી છે. પછી અનુક્રમે નવકારના ઉપધાનનો વિધિ કહીને જણાવ્યું છે કે ચારિત્ર લઈને તજી દેનાર વેષધારી મુનિ જે એમ કહે કે અમે અષ્ટપ્રકારી પૂજા કરીને તીર્થની પ્રભાવના કરીએ છીએ તો તે ઉભયભ્રષ્ટ મુનિ અનતે કાલ સંસારમાં ભટકે અને જેઓ ભાવસ્તવથી વ્યસ્તવને ચઢીયાત જણાવીને આરંભાદિનાં કાર્યો કરે, કરાવે તેઓ ભવાંતરમાં દુલભબધી થાય છે. આ રીતે વિસ્તારથી દ્રવ્યસ્તવથી ભાવસ્તિવનું ચઢીયાતાપણું સાબિત કરતાં ફરમાવ્યું છે કે આ ભાજપૂજાથી દશાર્ણભદ્ર સજા, ચક્રધર, ભાનુદત્ત વગેરે અનંતા છ સિદ્ધિપદને પામ્યા છે. હાલ મહાવિદેહમાં ઘણા જ પામે છે, ને ભવિષ્યમાં પણ ઘણા જીવો પામશે. આ પ્રસંગે ભિલ અને રાજાનું દૃષ્ટાંત જણાવીને સિદ્ધ પરમાત્માના અપૂર્વ સુખનું વર્ણન કરતાં કહ્યું છે કે પ્રસિદ્ધપ્રભુના સુખની આગલ સંસારી જીનું સુખ અનંતમા ભાગ જેટલું પણ કહી શકાય નહીં. અંતે મહાનિશીથ સૂત્રના લખનારા મહાપુરુષનું નામ વગેરે બીના પણ કહી છે. આ રીતે ત્રીજા ચોથા અધ્યયનોમાં કુશીલિયાના સંગને તજવાની બીના દષ્ટાંત સાથે કહેવાપૂર્વક ઉપધાનાદિનું વર્ણન કર્યું છે, એમ ટૂંકામાં કહી શકાય, શ્રી મહાનિશીથના ત્રીજા ચોથા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થશે. ૫. પાંચમા નવનીતસાર (ગચ્છાચાર) નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં ગરહવાસી મુનિવરોના આચાર અને ગ૭નું વર્ણન કરેલ હોવાથી આનું નામ ગચ્છાચાર જણાવ્યું છે. જેમ માખણ એ દહીને સાર છે, તેમ આ સૂત્રનો અહીં સાર કહ્યો છે, તેથી આ અધ્યયન નવનીતસાર' નામે પણ વધારે પ્રસિદ્ધ છે. આ સૂત્રને ઘણે ભાગ વિચ્છેદ પાસે, તેથી અહીં ગચ્છાદિનું વર્ણન બહુ જ ઓછું જણાય છે. દશ પાનામાંના ગચ્છાચાર નામના પાયનાની રચના કરનાર પરમ ગીતાથ મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy