SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત માફક સાવચેત બનીને દુર્લભ માનવજીવનને સફલ કરવા માટે પરમ ઉલ્લાસથી શ્રમણધર્મની સાત્વિક આરાધના કરીને નિશ્ચયે સિદ્ધિપદને પામે છે. ૨૨. ઉત્તરાના બાવીશમાં રથનેમીય નામના અધ્યયનને ટ્રેક પરિચય અહી શરૂઆતમાં રથનેમિ શબ્દના નિક્ષેપા વગેરેની બીના કહીને અનુક્રમે ધામધૂમ સાથે શ્રી નેમિનાથના લગ્નના મહત્સવ(વરડા વગેરે)ની બીના અને તે પ્રસંગે પાંજરામાં પૂરેલા પશુઓનો પોકાર સાંભળીને પ્રભુએ સારથિને પૂછેલો પ્રશ્ન તથા તેને સારથિએ આપેલ ઉત્તર, તેમજ પ્રભુની દીક્ષા વગેરે હકીકતોને વિસ્તારથી કહીને અનુક્રમે પ્રભુની દીક્ષાના પ્રસંગે કૃષ્ણ વાસુદેવ વગેરે ભવ્ય છાએ કરેલી પ્રભુની સ્તુતિ અને રામતીની દીક્ષા, તે સમયે વાસુદેવે આપેલ આશીર્વાદ, તેમજ ગુફામાં રથનેમિનો સમાગમ, તે વખતે કદ પતિત-પરિણામી થયેલા રથનેમિએ કરેલ ભાગની પ્રાર્થના, તે વખતે રાજીમતી સાધ્વીએ ચારિત્રમાં નિશ્ચલ રહીને રથનેમિને આપેલ હિતશિક્ષા ગર્ભિત ઉપદેશ, તેને સાંભળીને સન્માર્ગમાં આવેલ રથનેમિએ પ્રભુ નેમિનાથની પાસે કરેલ આત્મશુદ્ધિ, છેવટે રથનેમિ મુનિ અને રાજમતી સાધ્વીજીના ક્ષાદિની હકીકતને વિસ્તારથી સમજાવી છે. આ અધ્યયનનું રહસ્ય એ છે કે ૧. મુનિવરેએ સંયમના ઘાતક પદાર્થોને જોવા પણ નહીં, કારણ કે તેથી મન રથનેમિના દષ્ટાંતે બહુજ અસ્થિર બનીને સાધ્યથી આત્માને ભ્રષ્ટ કરે છે. ૨. શ્રી રામતીની માફક સાથીઓએ વિકટ પ્રસંગે પણ શીલધર્મની રક્ષા કરીને પાપકર્મના ઉદયે માર્ગથી ખસેલા જીવોને મોક્ષમાર્ગમાં જોડવા જોઈએ. ૨૩. ઉત્તરાના ત્રેવીશમાં કેશીગૌતમીય નામનું અધ્યયનને ટ્રેક પરિચય અહીં શરૂઆતમાં શ્રીગૌતમ શબ્દના ને શ્રીકશિ શબ્દના નિક્ષેપ વગેરેની બીના શ્રાવતી નગરીના તિંદુકન એ નામના બગીચામાં અને શ્રીગૌતમ ગણધરનું કહીને પુરુષાદાનીય પ્રભુ શ્રી પાર્શ્વનાથનું વર્ણન કર્યું છે. પછી કમસર શ્રી કેશિગણધરનું કેષ્ટક નામના બગીચામાં આગમન (આવવું, પધારવું) તથા તે બંનેને અને તેમના શિષ્યોને આચારભેદની થયેલી (જુદા જુદા આચાર શાથી? આવી) ચિંતા, તેમજ સપરિવાર શ્રી ગૌતમસ્વામી તિદુકવનમાં પધાર્યા, તે વખતે શ્રી કેશિગણધરે તેમને કરેલ સત્કાર, સૂર્ય અને ચંદ્રના જેવી બંનેની શેભા, આ પ્રસંગે જોવા માટે ને સાંભળવા માટે લેક અને દેવાદનું ત્યાં આવવું, વગેરે હકીક્તોને વિસ્તારથી સમજાવી છે. પછી કેશિ ગણધરે આજ્ઞા લઈને શ્રી ગૌતમસ્વામીને વ્રત, લિગ વગેરેની બાબતમાં ૧૨ પ્રશ્નો પૂછ્યા, શ્રી ગૌતમ સ્વામીએ તે દરેક પ્રશ્નના જે જે ઉત્તર આપ્યા, તેનો સાર ટૂંકામાં આ પ્રમાણે જાણો. ૧. પ્રભુ શ્રી ઋષભદેવ પરમાત્માના અનુયાયી સાધુ-સાધવીઓને ધર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy