________________
શ્રી જૈન પ્રવચન કિરણીવલી (શ્રી દશવૈકાલિક સૂત્રને સંક્ષિપ્ત પરિચય)
णिग्गंथायाराई, वृत्ता लेसा तहटमज्झयणे ॥ भिक्खानियममुणिगुणा, ओसहजोगाइपडिसेहा ।। १८७ ।। विणयाइसमाहीणं, विणयसमाहीइ भावणा विविहा ।। आयंसभिक्खुभावा, दसमे एयस्स चूलाए ॥ १८८ ।। रइवककाए थिरया, तहा गिहत्थत्तनिदणावृत्ती ॥ જમવા મુનિવરિયા, વિવિશ્વરિયારૂ વત્તા " ૧૧ णिज्जुत्तिभासचुण्णी- वित्ती सुत्तत्थबोहया एए । अवचरीवि य अण्णे, सारो एक्स्स सुत्तस्स ।। १९० ॥
શબ્દાર્થ –હવે હું શ્રી જૈન પ્રવચન કિરણવલીના વીશમાં પ્રકાશમાં સાધુસાવીને શ્રમણ ધર્મની સાત્વિકી આરાધના કરવામાં બહુ જ મદદ કરનાર શ્રી દશવૈકાલિક સૂત્રનો પરિચય હર્ષથી ટૂંકામાં કહીશ. શ્રીસુધર્માસ્વામી. શ્રીજબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી, શ્રીશથંભવસૂરિ આ ક્રમે પ્રભુ મહાવીરદેવથી પાંચમી પાટે થયેલા શ્રીયંભવસૂરિ મહારાજે પિતાના પૂર્વાવસ્થાના (સંસારીપણાના) પુત્ર સંયમસાધક
શ્રી મનક મુનિરાજના કલ્યાણ માટે પૂર્વોમાંથી ઉદ્ધરીને આ શ્રીદશવૈકાલિક સૂત્રની રચના કરી હતી. શ્રીદશવૈકાલિક સૂત્રમાં “દશ - શબદથી અહીં દશ અધ્યયન છે એમ સમજવું, અને આ સૂત્ર વિકાલે ભણાય છે, માટે “વૈકાલિક” કહેવાય છે. કાલવેલા અને અસજઝાયના કાલ સિવાયને જે કાલ તે વિકાલ કહેવાય છે. આ રીતે બંને શબદના અર્થો જણાવીને હવે આ સૂત્રને સમુદિત અર્થ એ થાય છે કે વિકાલે ભણવા લાયક દશ અધ્યયનવાળું જે સૂત્ર તે “દશ વૈકાલિક સૂત્ર” કહેવાય. આ દશ અધ્યયનમાં કહેલી અને નહિ કહેલી બીના છેલી બે ચૂલિકામાં કહી છે, તેથી તે દશ અધ્યયનનું અથવા આ સૂત્રનું અંગ જ ગણાય. આ મુદ્દાથી આના શબ્દાર્થમાં બે ચૂલિકાને નિર્દેશ કર્યો નથી અથવા ઉપલક્ષણથી દશ શબદથી દશ અધ્યયનની સાથે બે ચૂલિકાઓ પણ લઈ શકાય. ૧૭૭-૧૭૮.
શ્રી વીરપ્રભુના નિર્વાણથી ૭૨ વર્ષો વીત્યા બાદ આ શ્રી દશવૈકાલિક સૂત્રની રચના થઈ, એમ કેટલાએક ઐતિહાસિક ગ્રંથમાં કહ્યું છે. આ શ્રી દશવૈકાલિક સૂત્રનાં દશ અધ્યયનમાં પાંચમાં અધ્યયનના બે ઉદ્દેશા અને નવમા અધ્યયનના ૪ ઉદ્દેશ છે. બાકીનાં આઠે અધ્યયન એકસરા-ઉદ્દેશા વિનાનાં છે. ૧૭૯. આ શ્રી દશવૈકાલિક સૂત્રની શ્રી ભદ્રબાહસ્વામીએ રચેલી નિર્યુક્તિની ૧૬ મી અને ૧૭ મી ગાથામાં કહ્યું છે કે શ્રી શયંભવસૂરિ મહારાજે સાતમા શ્રી આત્મપ્રવાદ નામના પૂર્વમાંથી ચોથા છજજીવણિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org