________________
૪૮૬
શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વરકૃત
શ્રી આવશ્યકસૂત્રના સાર
જે સૂત્ર સામાયિક વગેરે ૬ આવશ્યકોની હકીકત જણાવે તે આવશ્યકસૂત્ર કહેવાય. શ્રીજૈનન્દ્ર શાસનમાં યથા નામને ધારણ કરનારાં ૬ આવશ્યક આ પ્રમાણે કહ્યાં છે-(૧) સામાયિક, (૨) ચતુવિ શતિસ્તવ, (૩) વજ્જૈનક, (૪) પ્રતિક્રમણ, (૫) કાચાસ, (૬) પ્રત્યાખ્યાન. સાધુઓએ અને શ્રાવકોએ સમુદિત (ભેગી) ૬ આવશ્યકાની આરાધના સવારે અને સાંજે અવશ્ય (જરૂર) કરવી જોઇયે, આવી તીર્થંકર દેવાની આજ્ઞા હેાવાથી તે તીર્થંકરાદ્ધિ મહાપુરુષોએ આ સામાયિક વગેરે ૬ પ્રકારની ક્રિયાને આવશ્યક નામથી ઓળખાવી છે, તેમાં લેાકવ્યવહારથી સવારે કરાતી ૬ આવશ્યકની આરાધના રાય (રાત્રિક) પ્રતિક્રમણ નામથી ઓળખાય છે, ને સાંજે કરાતી ૬ આવશ્યકોની આરાધના દેવસિય (દૈવસિક) પ્રતિક્રમણ નામથી ઓળખાય છે. આમ કહેવાનું ખરું રહસ્ય એ છે કે રાત્રિપ્રતિક્રમણથી કે દૈવસિક પ્રતિક્રમણથી એકલા પ્રતિક્રમણ નામના ચેાથા આવશ્યકની આરાધના કરાતી નથી. પણ સામાયિક વગેરે છ (૬) એ આવશ્યકેાની આરાધના કરાય છે. આ ૬ આવશ્યકોના સારી ક્રમસર ટૂંકામાં આ પ્રમાણે જાણવા,
૧, સામાયિક—સમતા પૂર્વક કરેલી ક્રિયા મુક્તિના અવ્યાબાધ સુખને જરૂર પમાડે છે. આ મુદ્દાથી ૬ આવશ્યકોમાં સામાયિકને પહેલું કહ્યું છે. પ્રતિક્રમણમાં દૈવસિક પ્રતિક્રમણ કે રાત્રિક્રમણ ઠાયા (સ્થાપ્યા ) પછી આ સામાયિક આવશ્યકની શરૂઆત થાય છે. મુક્તિને મેળવવામાં આની (સમતાભાવની) અસાધારણ શક્તિને લક્ષ્યમાં લઈને જ શ્રીજિનભદ્રણ ક્ષમાશ્રમણે એકલા સામાયિક સૂત્રના જ વિવરણરૂપ વિશેષાવશ્યક મહાભાષ્યની રચના કરી છે. તથા મેાક્ષમાર્ગની આરાધના કરવામાં સંપૂર્ણ રીતે મદદગાર સમતાભાવ છે. તેથી મનમાં સમતાભાવ રાખીને કરાતી ધર્માંક્રિયા સંપૂર્ણ` ફલદાયક નીવડે છે, એમ અનુભવથી પણ જાણી શકાય છે. આ સૂત્રથી મુનિ વગેરેને જીવનપર્યંન્ત ને શ્રાવકાનિ શક્તિ મુજબ સામાયિકની પ્રતિજ્ઞા કરાવાય છે, આની ટીકા વગેરેમાં આ સૂત્રનુ સ્પષ્ટ રહસ્ય સમજાવ્યુ છે.
૨. ચતુવિ શતિસ્તવ ( ચઉવીસત્થય) — પહેલા આવશ્યકમાં વર્ણવેલ સમતાભાવને સમજાવનારા શ્રીતી...કર દેવા છે. તેમણે જ કહેલા સમતાભાવના પ્રતાપે જેમ અનંતા જીવે। સિદ્ધ થયા, તેમ હાલ પણ મહાવિદેહ ક્ષેત્રામાં ઘણાં જીવા સિદ્ધ થાય છે. અહીં મહાક નિર્જરાદરૂપ લાભ ઘણાં વા પામી ગયા, પામે છે ને પામરો, તથા ભવિષ્યમાં મેાક્ષપદ પણ પામશે. આથી સમતાના ઉપદેશક મહેાપકારી શ્રીતીર્થંકર દેવાની સ્તવના કરવી જોઈએ. આ મુદ્દાથી સામાયિકની પછી ચઉવીસત્થવ નામનું બીજી આવશ્યક કહ્યું છે. આના (૧) લાગસસૂત્ર, (૨) નામસ્તવ એમ બે નામ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International