________________
૪૭૮
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત શબ્દાર્થ:પ્રબલ પુદયે ઉત્તમ ચારિત્ર ધર્મની આરાધના કરવામાં તીવ્ર ઉત્સાહી નવા મુનિવરેને પહેલાં એટલે દીક્ષા લીધા પછી શરૂઆતમાં ક્રમસર આ આવશ્યક વગેરે ચાર સૂત્રો ભણવા જ જોઈએ. આ કારણથી તે ૪ સૂત્રો મૂલસૂત્ર તરીકે ઓળખાય છે. જેમ ઝાડને ટકાવી તેના મૂલ (મૂલિયું, મૂલના ભાગ)ની મજબૂતાઈને આધીન છે, તેમ નવા મુનિવરને કરવા લાયક નિર્દોષ સાવિત્રી મોક્ષમાર્ગની આરાધના (નિર્મલ સમ્યકત્વ જ્ઞાન ચારિત્રની આરાધના) આ ચાર સૂત્રોના બોધને આધીન છે, એટલે આ ચાર સૂત્રોના જાણકાર મુનિવર સંપૂર્ણ રીતે સંયમ ધર્મની પરમ ઉલ્લાસથી નિર્દોષ આરાધના જરૂર કરી શકે છે. ને છેડા ટાઈમે સિદ્ધિનાં સુખ પામે છે. માટે શ્રી આવશ્યકાદિ ચાર સૂત્રોનું મૂલસૂત્ર નામ સુપ્રસિદ્ધ છે. ૧૬૩. વ્યવહારમાં પણ મકાન વગેરેની બાબતમાં પણ તેમ જ જણાય છે. જુઓ, મૂલ એટલે જો પાયે મજબૂત હોય, તો જ મકાન અથવા મહેલ મજબૂત બને છે. ભવિષ્યમાં ટકી શકે છે. આ રીતે જેમ મૂલવાળા પદાર્થોનો ટકાવ મૂલની મજબૂતાઈને આધીન છે, તેમ નવા (વર્તમાન કાલે) સંયમ ધર્મને પામેલા જીવોને મોક્ષના અવ્યાબાધ સુખને મેળવવા રૂપ મહેલને ટકાવ જ્ઞાન અને ક્રિયાની પરમ ઉલ્લાસથી કરેલી સાવિકી આરાધના રૂપ મૂળને આધીન છે. આવી તે આરાધનાના સ્વરૂપને સમજાવનાર આ ચાર મૂલસુત્રો છે. અથવા ક્ષમા, માદવ, આજવ, સંતોષ વગેરે દશ પ્રકારે કહેલ શ્રમણ ધર્મરૂપી વૃક્ષ (ઝાડ)ના મૂલ જેવા યથાર્થ જ્ઞાનની ને ક્રિયાની બીનાને વિસ્તારથી સમજાવનારાં જે ચાર સૂત્રો, તે મૂલસૂત્રો કહેવાય. એમ બે રીતે મૂલસૂત્રને શબ્દાર્થ જાણો, ૧૬૪, સામાયિકાદિ ૬ આવશ્યકેનાં ફલ અનુક્રમે આ પ્રમાણે જાણવાસામાયિક નામના પહેલા આવશ્યકનું ફલ સમતા છે; બીજા ચતુવિજાતિસ્તવ (લોગસ્સ) નામના આવશ્યકથી આત્માને સમ્યગ્દર્શન નામનો ગુણ ચેખો બને છે. ત્રીજા વંદનક દ્વાદશાવવંદન) નામના આવશ્યકથી વિનયાદિ ગુણેની આરાધના થાય છે. જેથી પ્રતિક્રમણ નામની આવશ્યકથી ગ્રતાદિની આરાધના કરતાં અજ્ઞાનાદિ કારણે તેમાં
બ્રાહિમાં) લાગેલા અતિક્રમ વ્યતિક્રમ અતિચારાદિ દેષરૂપ મેલ ધોવાય છે. પાંચમા કાયેત્સર્ગ (કાઉસ્સગ્ગ) નામના આવશ્યકથી ચેથા આવશ્યકના અવસરે જે રાની આલોચના નિદા ગોંદિ કરવા ભૂલી ગયા હોય, તે બધા દોષોની શુદ્ધિ (આ પાંચમા આવશ્યકથી) થાય છે. આ રીતે દોષની સંપૂર્ણ શુદ્ધિ ચોથા અને પાંચમા આવશ્યકથી થાય છે એમ જાણવું છઠ્ઠા પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) નામના આવશ્યકથી સંવરાદિનો મુખ્ય લાભ થાય છે. અને ૬ આવશ્યકોનું એકઠું ફલ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના, વૃદ્ધિ અને સ્થિરતા (ટકાવ) જાણવું. અથવા જ્ઞાનાચારાદિ પાંચે આચારની શુદ્ધિ વગેરે સ્વરૂપ ફલ પણ કહ્યું છે, ૧૬૫, દશવૈકાલિક સૂત્રથી એટલે તેના અભ્યાસાદિથી નવા સાધુઓ પોતાના મુનિ ધર્મને લાયક આચારને સેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org