SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત પદાર્થો, તેમજ વિમાન પૃથ્વીની જાડાઈ વગેરેનું વર્ણન કરીને વિમાનોની ઊંચાઈ અને તેમના સંસ્થાન લંબાઈ વગેરેનું વર્ણન કર્યું છે. પછી વૈમાનિક દેવોના સંઘયણ, સંસ્થાન, વર્ણાદિ, અવધિજ્ઞાન, સમુદઘાત, વિભૂષા, કામગ, આયુષ્ય, ઉદ્વર્તન, અNબહુ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. આ રીતે શ્રી વાભિગમ સત્રની ત્રીજી પ્રતિપત્તિને ટૂંક પરિચય પૂરે થયો. ૪. જેથી પ્રતિપત્તિમાં-એકેન્દ્રિયાદિ જીવોના ભેદો, આયુષ્ય અને આંતરું તથા અહ૫બહુ વગેરેનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. પ. પાંચમી પ્રતિપત્તિમાં પૃથ્વીકાયાદિ જીવોના ૬ ભેદ, આયુષ્ય અને કાયસ્થિતિ તથા અલ્પબહુવ કહીને સૂક્ષ્મ પૃથ્વી વગેરેનું આયુષ્ય, કાયસ્થિતિ, આંતરું અને અ૫બહુ કહીને બાદર પૃથ્વીકાયાદિની એ જ આયુષ્યાદિ ૪ બાબતે વિસ્તારથી વર્ણવી છે. અંતે નિગોદનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. ૬. છઠ્ઠી પ્રતિપત્તિમાં–નારક જીવાદિ ૭ પ્રકારના જીવોના આયુષ્યાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૭. સાતમી પ્રતિપત્તિમાં–પ્રથમ સમયના નારક છવાદિ ૮ પ્રકારના જીવોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૮. આઠમી પ્રતિપત્તિમાં–પૃથ્વીકાયાદિ ૯ જેના આયુષ્યાદિ ૪ પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૯ નવમી પ્રતિપત્તિમાં–પ્રથમ સમય, અપ્રથમ સમયના એકેન્દ્રિયાવિ દશ પ્રકારના જીવોને ઉદ્દેશીને આયુષ્યાદિ ૪ બાબતે વિસ્તારથી સમજાવી છે. પછી સિદ્ધાદિનું વર્ણન કરીને સંસારી જીવોને ઉદ્દેશીને કષાય, વેશ્યા, જ્ઞાન, આહારકપણાની ને અનાહારકપણાની સ્થિતિ અને સમ્યગ્દષ્ટિ આદિનું વર્ણન કર્યું છે. પછી સર્વ જીવમાં જુદી જુદી રીતે ત્રિવિધપણું જણાવીને ચક્ષુદર્શનાદિની અપેક્ષાએ છ ચાર પ્રકારના છે, એમ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી સર્વ જીવોના સાત પ્રકારનું વર્ણન કરતાં કાય અને વેશ્યાનું પણ વર્ણન કર્યું છે. તે પછી આઠ પ્રકારે જણાવતાં જ્ઞાન અને અજ્ઞાનની બીના તથા તિર્યંચ વગેરેની યોનિના ભેદો વણવીને નવ પ્રકારે અને દશ પ્રકારે પણ જુદી જુદી રીતે વિસ્તારથી સમજાવ્યા છે. આ રીતે નવે પ્રતિપત્તિનો સંક્ષિપ્ત પરિચય પૂરે થયે, શ્રી વાભિગમ સૂત્રને ટૂંક પરિચય પૂરે થયો. બી જેન પ્રવચન કિરણાલીને સલમો પ્રકાશ પૂર્ણ થયો એ - 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy