________________
પ્રકાશકીય નિવેદન જૈન ધર્મના શાસ્ત્રીય સાહિત્યને લોકભોગ્ય અને સર્વસુલભ બનાવવાની પહેલ જે વ્યક્તિઓએ અને સંસ્થાઓએ કરેલી, તેમાં ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભાનું નામ મોખરે છે. ૧૦૫ વર્ષ અગાઉ, ૫. પૂ. પરોપકારી ગુરુભગવંત શ્રીવૃદ્ધિચન્દ્રજી મહારાજના શુભાશીર્વાદ સહ અને શેઠશ્રી પંડિત કુંવરજી આણંદજી વગેરે મહાજનોના નિષ્ઠા અને ખંતભર્યા પુરુષાર્થથી આ સભાની સ્થાપના થઈ હતી. આ સભાએ પૂ. મુનિ મહારાજે તથા પંડિત કુંવરજી આણંદજી દ્વારા સંપાદિત અનેકાનેક શાસ્ત્રગ્રંથે તેની મૂળ ભાષામાં તથા લોકપકારક ગ્રંથોના ગુજરાતી અનુવાદો પ્રગટ કર્યા છે. “જૈન ધર્મ પ્રકાશ ) નામનું માસિક પત્ર પણ આ સભાએ દાયકાઓ સુધી પ્રગટ કર્યું હતું અને એક જમાનામાં સારાયે હિન્દુસ્તાનના જેન સમાજનું, ખાસ કરીને શ્રમણ સંસ્થાનું એ અત્યંત માનીનું મુખપુત્ર બની રહ્યું હતું, તેની ગૌરવ સાથે નોંધ લેવી જોઈએ, આ સભાએ છાપેલા ગ્રંથો સમાજમાં ચલણી સિક્કા જેવા વ્યાપક અને સર્વમાન્ય બની ગયા છે, અને એ ગ્રંથાનાં અનેક પુનર્મુદ્રણે છેલ્લાં ચેડાંક વર્ષોમાં જુદી જુદી સંસ્થા આદિ દ્વારા થયા છે-થાય છે, એ આ સભાનાં કાર્યો કેવાં ચિરંજીવી અને લોકોપકારક હતાં તેને જીવતો જાગતો પુરાવે છે.
આ સભા થોડાક વખતથી સુષુપ્તપ્રાય હાલતમાં વર્તે છે. તે જોઈને તેનું પુનરુત્થાન કરવાનો શુભ વિચાર વિ. સં. ૨૦૪૨ ના ચાતુર્માસાથે ભાવનગર-નૂતન ઉપાશ્રયે પધારેલા પ. પૂ. આ. શ્રીવિજય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજને આવતાં તેઓશ્રીએ શ્રી સંઘના તથા જૈન ધર્મ પ્રસારક સભાના કાર્યકરોને પ્રેરણા આપી. અને આ વાતના અનુસંધાનમાં અમારી વિનંતીનો સ્વીકાર કરીને, સભા તરફથી, સભાના નામથી, એક લોકોપયોગી છતાં શાસ્ત્રીય પદાર્થોથી સભર પુસ્તક છપાવવા અંગેની અમારી માંગણીનો સ્વીકાર કરીને, “શ્રીજૈન પ્રવચન કિરણાવલી 2 નામનું પ્રસ્તુત પુસ્તક છાપવા અમને સૂચવ્યું.
જન પ્રવચન કિરણાલી > એ એક વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છે. પ. પૂ. સુરિસમ્રાટ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર, કપ આગમના, પ્રાકૃત ભાષા-સાહિત્યના, સ્વ-પર દર્શનાદિ શાસ્ત્રના મર્મજ્ઞ વિદ્વાન, કવિ-દિવાકર, આશરે ૧૫૦ જેટલા લોકપકારક ધર્મગ્રંથોના (સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષામાં) રચયિતા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પદ્મસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથની રચના કરી છે. શ્રીજિનશાસનમાં વર્તમાન સમયે વિદ્યમાન પરમવંદનીય પિસ્તાલીસ શ્રીજિનાગમોની અંદર કયાં કયાં કયા કયા વિષયો-પદાર્થોનું કેવી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું વિશદ, બેધાદાયક અને વૈરાગ્યપ્રેરક વર્ણન, ગુજરાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org