________________
૩૧૮
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત હતો, તેથી સંભવ છે કે અમુક અમુક વિભાગે પ્રાકૃતમાં પણ હેય. જે શાસ્ત્રમાં જે ભાષાને ઉપયોગ વધારે પ્રમાણમાં થયો હોય, તે શાસ્ત્રની રચના તે ભાષામાં થઈ એમ કહેવાનો વ્યવહાર પણ છે. તથા ૧૪૪૪ ગ્રંથના બનાવનાર યાકિનીમહત્તરાસૂનું શ્રી હરિભદ્રસૂરિ મહારાજે બનાવેલા શ્રી પંચાશક શાસ્ત્રની ટીકા રચતા શરૂઆતમાં ટીકાકાર શ્રીઅભયદેવ સૂરિએ જણાવ્યું છે કે “શ્રીતીર્થકર દેવે કહેલા પ્રવચનરૂપી આકાશમાં વિછેદ પામતા દૃષ્ટિવાદના છુટા છુટા ફકરાઓ રૂપી તારાઓ ચળકી રહ્યા હતા, તત્ત્વજ્ઞાનના પિપાસુ ભવ્ય છ જિજ્ઞાસા રૂપી ડાક ઊંચી કરીને તે તારાઓને જોવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, પણ તેમની શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ (આંખ ) નું તેજ મંદ હોવાથી તેઓ તે તારાઓને દેખી શક્યા નહિ. આ અવસરે દષ્ટિવાદના વિચ્છેદ કાલની નજીકના સમયે વર્તમાન અને કૃતજ્ઞાન રૂપ આંખના દિવ્ય તેજવાળા શ્રીહરિભદ્રસુરિ મહારાજ આવી પહોંચ્યા. ને તે જિજ્ઞાસુ ભવ્ય જીવોને પૂછીને નિર્ણય કર્યો કે આ ભવ્ય જીવો વિદ પામતા દષ્ટિવાદના ફકરાઓ રૂપી તારાઓને જોવાની તીવ્ર ઉત્કંઠા રાખે છે. તેમને તે ફકરાઓને પણ બોધ થાય, આ ઈશદાથી પોપકાર રસિક પૂજ્ય શ્રીહરિભદ્રસૂરિ મહારાજે તે ફકરાઓને ભેગા કરી શ્રીપંચાશકાદિ શાસ્ત્રોની રચના કરી હતી. તેમાંના
શ્રીપંચાશક શાસ્ત્રની ટીકા બનાવું છું. ? આ પાઠથી સાબિત થાય છે કે શ્રીપંચાગકાદિ શા દૃષ્ટિવાદનાં ઝરણાં રૂપ છે. એમ છઠ્ઠા કર્મગ્રંથ વગેરેમાં પણ કહેલા “સિંહે વિક્રવારણ” વગેરે વચને પણ એ જ રહસ્યને જણાવે છે. આ રીતે શ્રીનંદીસૂત્ર સમવાયાંગસુત્રાદિમાં કહેલી હકીકતોને આધારે દૃષ્ટિવાદને પરિચય ટૂંકામાં જણાવી દીધું.
શ્રીદષ્ટિવાદનો સંક્ષિપ્ત પરિચય પૂરો થયો.
શ્રીદ્વાદશાંગીનાં પદોની વિચારણું (૧) શ્રી આચારાંગ સત્રનાં ૧૮૦૦૦ પદ કહ્યાં છે. (૨) શ્રીસૂત્રકૃતાંગ સૂત્રનાં ૩૬ હજાર પદો કહ્યાં છે. (૩) શ્રી સ્થાનાંગસૂત્રનાં ૭૨ હજાર પદો કહ્યાં છે. (૪) શ્રી સમવાયાંગ સૂત્રનાં ૧ લાખ ૪૪ હજાર પદો કહ્યાં છે. (૫) શ્રી ભગવતી સૂત્રનાં બે લાખ ૮૮ હજાર પદો કહ્યાં છે. (૬) શ્રી જ્ઞાતાધર્મ કયાંગ સૂત્રનાં ૫ લાખ ૭૬ હજાર પદો કહ્યાં છે. (૭) શ્રી ઉપાસક શાંગ સૂત્રના ૧૧ લાખ બાવન હજાર પદો કહ્યાં છે. (૮) શ્રી અંતકૃશાંગ સૂત્રનાં ૨૩ લાખ ૪ હજાર પદો કહ્યાં છે. (૯) શ્રી અનુત્તરોપપાતિક દશાંગસૂત્રનાં ૪૬ લાખ ૮ હજાર પદો કહ્યાં છે. (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણગ સૂત્રનાં ૧ ક્રોડ ૮૪ લાખ ૩ર હજાર પદો કહ્યાં છે. (૧૨) શ્રી દષ્ટિવાદનાં ૩ કોડ, ૬૮ લાખ ૬૪ હજાર પદો કહ્યાં છે. દ્વાદશાંગીના પદોની કુલ સંખ્યા ૭ કેડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org