________________
૩૦૪
શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત વિજય મુનિને વહરાવ્યાની બીના કહી છે. ૭. સાતમા અધ્યયનમાં મહાબલ કુમારે ઇંદ્રપુર નામના મુનિને હરાવ્યાની બીના કહી છે.
૮. આઠમા અધ્યયનમાં બીજા ભદ્રનંદી શેઠે ધર્મસિંહ મુનિને હરાવ્યાની બીના કહી છે. ૯. નવમા અધ્યયનમાં મહાચંદ્ર રાજાએ ધર્મવીર્ય મુનિને આહારદિ વહેરાવ્યાની બીના કહી છે. ૧૦. દશમા અધ્યયનમાં વરદત્ત રાજાએ ધર્મરુચિ મુનિને વહેરાવ્યાની બીના કહી છે. બાકીની ઘણી ખરી બીના નવે અધ્યયનમાં સુબાહુ કુમારની માફક જાણવી એમ અંતે કહ્યું છે. જો કે અહીં દશે અધ્યયનમાં મુખ્યતાએ દાન ધર્મનો પ્રભાવ વર્ણવ્યો છે, તો પણ તે ઉપલક્ષણ (સામાન્યથી કહેવું) હોવાથી રીલ, તપ, ભાવ, દયા, જિનપૂજા વગેરે પણ જરૂર લઈ શકાય, કારણ કે તે શીલ વગેરે પણ સુખનાં જ કારણે છે. તથા ગૃહસ્થ આત્મા જે શીલ તપ ને ભાવ ધર્મની યથાર્થ આરાધના ન કરી શકે, તો પણ દાન રૂપી પાટિયાથી પણ તે સંસાર સાગરને તરવા જરૂર સમર્થ થાય છે. તેમજ મારાપણાને જે ત્યાગ તે દાન કહેવાય. આવા દાનધર્મને સાધક આત્મા શીલાદિ ધર્મ સાધવાને લાયક બને છે. આવા આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને આ બીજા સુખવિપાક શ્રતસ્કંધમાં દાનધર્મનું વર્ણન કર્યું છે. આ સૂત્રની વિશેષ હકીકત પહેલા પ્રકાશમાં જણાવી છે.
શ્રી વિપાક સૂત્રને ટ્રેક પરિચય પૂરો થયો.
શ્રી જૈન પ્રવચન કિરણાલીને બારમે પ્રકાશ પૂરો થયો
UF UR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org