SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી ( ૮, શ્રી અંતગડ દશાંગ સૂત્રને પરિચય) ર૮૧ ને તેજ વખતે છ છઠ્ઠનો તપ કાયમ કરવાની પ્રતિજ્ઞા કરી, પારણને દિવસે શહેરમાં ગોચરી માટે જતાં પોતાના સંબંધીઓને મારી નાંખનાર આ મુનિને જાણી લો કે તેની ઘણી કદર્થના કરવા લાગ્યા. અર્જુન મુનિએ તે બધી સમભાવે સહન કરી, એ પ્રમાણે ૬ મહિનાનું ચારિત્ર પાળી ૧૫ દિવસનું અણસણ કરી અજુન મુનિ સિદ્ધિ પદને પામ્યા, ૪. ચોથા અધ્યયનમાં રાજગૃહ નગરના કાશ્યપ ગાથાપતિનું વર્ણન કર્યું છે. પ. પાંચમા અધ્યયનમાં કાકંદી નગરીના ક્ષેમક ગાથા પતિનું, છઠ્ઠામાં કાકંદી નગરીના ધૃતિધર ગાથાપતિનું, સાતમા માં સાકેત નગરીના કૈલાસ ગાથા પતિનું, આઠમામાં સાકેત નગરીના હરિચંદન ગાથાપતિનું, નવમામાં રાજગૃહ નગરના વારત્તક ગાથાપતિનું, દશમામાં વાણિજ્ય ગ્રામના સુદર્શન ગાથાપતિનું, અગ્યારમામાં વાણિજ્ય ગ્રામના પૂર્ણભદ્ર ગાથાપતિનું, બારમા અધ્યયનમાં શ્રાવતિના સુમને ભદ્ર ગાથાપતિનું, તેરમામાં શ્રાવસ્તિ નગરીને સુપ્રતિષ્ઠ ગાથાપતિનું અને ચૌદમા અધ્યયનમાં રાજગૃહ નગરવાસી મેઘ ગાથાપતિનું જીવન જણાવ્યું છે. તે બધા પ્રભુ શ્રી મહાવીર દેવની પાસે ચારિત્ર લઈ વિપુલગિરિ પર અણસણ કરી અંતકૃત્યેવલી થઈને મોક્ષે ગયા છે. ૧૫ પંદરમા અધ્યયનમાં પિલાસપુરના રાજા વિજયની રાણે શ્રીદેવીના પુત્ર અતિમુક્ત કુમારનું વર્ણન કર્યું છે. આ નગરના શ્રીવન નામના ઉદ્યાનમાં મહાવીરસ્વામી પધાર્યા. તેમની સાથે આવેલા ગૌતમસ્વામી ગોચરી વહોરવા પિલાસપુરમાં પધાર્યા. અતિમુક્તકુમાર બાલ્યાવસ્થા હેવાથી બીજા બાળકો સાથે રમવા નીકળ્યો છે. તેણે ગૌતમસ્વામીને જોયા એટલે તેમની પાસે આવી “તમે કોણ છે ? અને શા માટે ફરે છે? ” એમ પૂછ્યું. ગૌતમસ્વામીએ કહ્યું કે અમે સાધુ છીએ, ને ગોચરી વહેરવા માટે કરીએ છીએ, અતિમુક્ત કહે, “હે મહારાજ ! મારી સાથે પધારે, હું મારે ઘરેથી ભિક્ષા વહેરાવું. ગૌતમસ્વામી તેની સાથે ચાલ્યા, તેમને જોતાં શ્રીદેવી રાણી બહ રાજી થયા, અને નિર્દોષ આહાર પાણી વહોરાવ્યા પછી ગૌતમસ્વામી પાછા વળતાં અતિમુકતે પૂછયું કે “આપ કયાં રહો છો ? 2 ગોતમ સ્વામીએ કહ્યું કે મારા ગુર મહાવીરસ્વામી નગરની બહાર શ્રીવન નામના ઉદ્યાનમાં બિરાજે છે, તેમની પાસે હ રહું છું ને ત્યાં જાઉં છું. ત્યારે અતિમુક્ત કુમારે ત્યાં સાથે આવવા ઇછા જણાવી. ગૌતમસ્વામીએ “જેમ સુખ ઉપજે તેમ કર ” એમ કહેવાથી તે તેમની સાથે વીર પ્રભુ પાસે આવ્યો. પ્રભુને વંદન કરી બેઠો, પ્રભુએ ગ્ય જીવ જાણી દેશના આપી. તે પ્રતિબોધ પામે. માતાપિતાની આજ્ઞા લઈને ચારિત્ર લેવાની ઈચ્છા જણાવી. પછી તે આજ્ઞા લેવા આવ્યો. માતાપિતાએ ઘણું સમજાવ્યો, પણ તેણે કહ્યું કે “હું જે નથી જાણત, તે જાણું છું. અને જાણું છું, તે નથી જાણતો. આને અર્થ એ છે કે હે માતાપિતા ! હું જાણું છું કે જન્મેલા પ્રાણીઓ જરૂર મરવાનું છે, પરંતુ હે માતાપિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy