________________
૩ર
શ્રીવિજયસૂરીશ્વરકૃત શ્રી ભગવતીજીના ૩પ મા શતકને ટુંક પરિચય અહીં અવાંતર ૧૨ શકે છે. તે દરેક શતક એકેન્દ્રિય મહાયુગ્મ શતક નામથી ઓળખાય છે. મોટા શતકમાં જે નાનાં નાનાં શતક હેય, તે અવાંતર શતક કહેવાય છે; પહેલા એકેલ્યિ મહાયુગ્મ શતકના ૧૧ ઉદ્દેશામાંના પહેલા ઉદ્દેશામાં મહાયુગ્મના ભેદે અને ૧૬ મહાયુગ્મ કહેવાનું કારણ જણાવીને કૃતયુમ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિયોના ઉપપાત, એક સમયમાં ઉજનારા જીવોની સંખ્યા, અને તેમને ખાલી થવાને કાળ તથા કર્મના બંધ ને ઉદયની બીના વિસ્તારથી સમજાવી છે. પછી તેમની વેશ્યા, શરીરના વર્ણાદિ અને અનુબંધ કાળનું સ્વરૂપ કહ્યું છે. પછી સર્વ જીવોના કૃતયુગ્મકૃતયુગ્મરાશિ રૂપ એકેન્દ્રિયપણે ઉત્પાદનું વર્ણન કરી કૃતયુગ્મ ોજ રાશિ પ્રમાણ, કૃતયુગ્મ દ્વાપર સશિ પ્રમાણુ, કૃતયુમ્મ કાજ રાશિ પ્રમાણ, જ કૃતયુગ્મ પ્રમાણ, એજ જ પ્રમાણ, કલેજ કાજ પ્રમાણ, એકેન્દ્રિયોના ઉત્પાદ અને ઉત્પાદ સંખ્યાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. બીજા ઉદેશામાં તે જ પ્રમાણે પ્રથમ સત્પન્ન કૃતયુમ કૃતયુગ્મ રાશિ પ્રમાણ એકેન્દ્રિયોના ઉત્પાદની બીના કહી છે. ત્રીજાથી ૧૧ અગિયારમાં સુધીના ૯ ઉદ્દેશામાં અપ્રથમ સમાપન, ચરમઅચરમ, પ્રથમ પ્રથમ, પ્રથમચરમ, ચમચરમ, ચરાચરમ સમયે કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયાદિ જીવોના ઉત્પાદાદિનું વર્ણન કર્યું છે. બીજા એકેન્દ્રિય મહાયુગ્મ શતકમાં તે જ બીના કૃષ્ણલેશ્યાવાળા અને કૃતયુગ્માદિ સ્વરૂપવાળા એકેદ્ધિના ઉત્પાદ અને આયુષ્ય વગેરે કહીને પ્રથમ સ ત્પન્ન પૂર્વોકત સ્વરૂપવાળા એકેન્દ્રિયના ઉત્પાદાદિનું સ્વરૂપ સમજાવ્યું છે. એ જ પ્રમાણે ત્રીજા ચોથા એકેન્દ્રિય મહાયુગ્મ શતકમાં અનુક્રમે નીલ કપાત લેશ્યાવાળા પૂર્વોક્ત એકેનિદ્રાના ઉત્પાદાદિનું વર્ણન કર્યું છે. એ જ પ્રમાણે પાંચમા અવાંતર શતકમાં ભવસિદ્ધિક પૂર્વોકત એકેન્દ્રિયોના ઉત્પાદાદિની બીના કહી છે. છઠ્ઠાથી આઠમા સુધીના ત્રણ શતકોમાં અનુક્રમે
કણ નીલ કાપાત લેશ્યાવાળા ભવસિદ્ધિક પૂર્વોક્ત એકેન્દ્રિોના ઉત્પાદાદિની બીના કહી છે. ૯ માથી ૧૨ મા સુધીના ૪ અવાંતર શતકમાં જેમ ભવસિદ્ધિક એકેન્દ્રિમાં કહ્યું, તેમ
અભવસિદ્ધિક કૃષ્ણ, નીલ, કાપિત લેશ્યાવાળા અભવસિદ્ધિક એકેન્દ્રિયોના ઉત્પાદાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. શરૂઆતમાં કૃતયુમ્માદિ રાશિના ભેદની વ્યાખ્યા પણ વિસ્તારથી કરી છે,
શ્રી ભગવતીજીના ૩૫મા શતકને ટૂંક પરિચય પૂરો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org