________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (પ. શ્રીભગવતીસૂત્રને પરિચય)
૨૫ રૂપે અપબહુ જણાવ્યાં છે, પછી એકાદિ આકાશ પ્રદેશાવગાઢ પુદ્ગલોનાં, સમયાદિ સ્થિતિવાળાં પુદગલોનાં અને વર્ણાદિ વિશિષ્ટ પુદ્ગલેનાં દ્રવ્યાર્થરૂપ ને પ્રદેશાર્થરૂપે છૂટાં છૂટાં ને ભેગાં ( નાના મોટા) અ૯પબહુ સમજાવ્યાં છે. પછી પરમાણુ તથા દ્વિપ્રશિકાદિ ધોમાં કૃતયુગ્માદિની બીના જણાવીને પરમાણુ અને દ્ધિપ્રદેશિકાદિ સ્કંધોની કૃતમાદિ સમયની સ્થિતિ, વદિ પર્યાયોમાં ઘટતી કૃતયુગ્માદિની બીના, પરમાણુ અને દ્વિપદેશિકાદિ સ્કંધમાં સાર્ધતા (જેના અર્ધા બે ભાગ થાય તેવું સ્વરૂપ) અને અનર્ધતા (જેના બે અર્ધા ભાગ ન થાય, તેવા સ્વરૂપ) નો નિર્ણય જણાવીને પરમાણુની કંપતાને ને નિષ્કપાવસ્થાને કાળ અને પરમાણુ-ઢિપ્રદશિકાદ કંધોની સકંપ નિષ્કપાવસ્થાનું અલગ અલગ આંતરું અને તે બધાનું ભેગું આંત અને અપબહુ સમજાવ્યાં છે. પછી પરમાણુ વગેરેના કંપન-અકંપનનું સ્વરૂપ, દેશ કંપન, સર્વ કંપન, તે બંનેનો કાળ, આંતરું, વ્યાર્થરૂપે ને પ્રદેશાર્થ રૂપે જુદાં જુદાં અને ભેગાં (નાના મોટા ) અ૫બહુ કહીને ધર્માસ્તિકાયાદિના મધ્યપ્રદેશની અને તે પ્રદેશની અવગાહનાની હકીકત વિસ્તારથી સમજાવી છે.
૫. પાંચમા ઉદેશામાં પર્યાના ભેદ તથા આવલિકા, આનપ્રાણ ને પુદગલપરાવર્તાદિનું સ્વરૂપ જણાવતાં તેને અંગે પૂછેલા પ્રશ્નોના ઉત્તરે સમજાવ્યા છે. અંતે નિગાહો, નિગોદના છે, તે બંનેના તથા નામના અને ભાવના પણ ભેદો વિસ્તારથી સમજાવ્યા છે. ૬. છઠ્ઠા ઉદ્દેશામાં સાધુના પુલાક બકુશ કુશીલ નિગ્રંથ અને સ્નાતક નામનાં પાંચ ભેદોમાં પ્રજ્ઞાપન વગેરે ૩૬ દ્વારની બીના વિસ્તારથી સમજાવી છે. તેમાં પહેલા પ્રજ્ઞાપન દ્વારમાં દરેક ભેદના સ્વરૂપ અને પ્રભેદો કહ્યા છે. ૨. વેદ દ્વારમાં પુલાક વગેરે વેદસહિત હોય કે વેદરહિત હોય? તેનો નિર્ણય જણાવ્યો છે. ૩. રાગ દ્વારમાં ખુલાકાદિ સરાગ હોય કે વીતરાગ હોય? તેનો ખુલાસો કર્યો છે. ૪. કલ્પ દ્વારમાં પુલાક વગેરે સ્થિત કપમાં હોય કે અસ્થિત કપમાં હોય? તેનો નિર્ણય કર્યો છે. પ. ચારિત્ર દ્વારમાં મુલાકાદિના ચારિત્રની બીના કહી છે. ૬. પ્રતિસેવના દ્વારમાં પુલાકાદિને અંગે પ્રતિસેવનાને વિચાર જણાવ્યો છે. ૭. જ્ઞાન દ્વારમાં ખુલાકાદિને સંભવતા જ્ઞાનની બીના કહી છે. ૮. શ્રત દ્વારમાં પુલાકાદિને ઘટતા શ્રુતજ્ઞાનની બીના જણાવી છે. ૯. તીર્થ દ્વારમાં પુલાક વગેરે તીર્થકાલે હોય કે અતીર્થકાલે હેય? તેને નિર્ણય જણાવ્યો છે. ૧૦ લિંગ દ્વારમાં સ્વલિંગાદિનું વર્ણન કર્યું છે. ૧૧, શરીર દ્વારમાં પુલાકાદિના શરીરની બીના કહી છે. ૧ર. ક્ષેત્ર દ્વારમાં કયા ક્ષેત્રમાં પુલાક વગેરે હોય? તેનો ખુલાસે જણાવ્યું છે. ૧૩. કાળ દ્વારમાં પુલાકાદિના પુલાકાદિપણાનો કાળ જણાવ્યો છે. ૧૪. ગતિદ્વારમાં પુલાક વગેરેની ભાવી ગતિની બીના અને ક્યા દેવપણે ઊપજે? ત્યાં તેનું આયુષ્ય કેટલું હોય ? આ પ્રશ્નોના ઉત્તરો જણાવ્યા છે. ૧૫. સંયમ દ્વારમાં પુલાકાદિનાં સંયમસ્થાનનું વર્ણન અને અલ્પબહુવ તથા પુલાકાદિને ચારિત્રપર્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org