________________
II મથુરાપુરી ૬૫: II
જગતના જનોના શરણશમા સાતમા અને તેવીસમાં જિનેશ્વ૨ને નમસ્કાર કરીને ર્ભાવક જંગલને મંગલ ક૨ના૨ા એવા મથુરા કલ્પને હું કહું છું. ||૧||
શ્રી સુપાર્શ્વનાથનું શાસન વર્તી રહ્યું હતું ત્યારે ધર્મરૂચિ અને ધર્મઘોષ નામનાં નિ:શંગ બે મુનિઓમાં સિંહ સમાન હતા. શા.
બન્ને મુનિવશે છઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પાસ, ખમણ, માશખમણ, બે માસી, ત્રિમાસી, ચા૨ માસી વિ. તપશ્ચર્યા કરતાં તેમજ ભવ્યજીવોને પ્રતિબોધ ક૨તાં ક૨તાં ક્યારેક મથુરા નગરીમાં પધાર્યા.
ત્યારે મથુરાનગરી બાર જોજન લાંબી, નવ જોજન વિસ્તા૨વાળી, નિકટવર્તી, યમુનાના પાણીથી પ્રક્ષાલિત કરાયેલા શ્રેષ્ઠ કિલ્લાથી વિભૂષિત, ધવલ ગૃહ, દેવલ, વાવડી કૂવા અને જલાશય, જિનભવન, દુકાનોથી સુશોભિત હતી. તેમાં વિવિધ રીતે ચાર પ્રકા૨ની વિધા બ્રાહ્મણોનો સમૂહ ભણી રહ્યો હતો.
તે મુનિવરો મથુરાના અનેક પ્રકારના ઝાડ-ફૂલ-ફળ તથા લતા-વેલડીઓથી ચારે બાજુથી ભ૨પૂર ભૂત રમણ નામના ઉપવનમાં અવગ્રહની અનુજ્ઞા લઈને ચાર મહિનાના ઉપવાસ કરીને વર્ષાવાસ (ચોમાસું) ૨હ્યાં.
તેઓના સ્વાધ્યાય, તપ, ચારિત્ર, પ્રશમાદગુણો વડે ઉપવનની સ્વામીની કુબેરદેવી આકર્ષિત થઈ ગઈ.
તેથી તે દેવી રાત્રિમાં પ્રગટ થઈને બોલી : 'તમારા ગુણો વડે હું ઘણી જ પ્રસન્ન થઈ છું, તેથી તમે કોઈ પણ વ૨દાન માંગો.'
સાધુઓ કહે છે : “અમે નિરસંગ છીએ, અમારે કશુંયે જોઈતું નથી.' પછી ધર્મને સંભળાવી ને તે દેવીને અવિરત રાખ્યદ્રષ્ટિવાળી બનાવી.
એક દિવસ કારતક સુદ આઠમના દિવસે શત્રમાં આ દેવી શય્યાતરે હોવાથી મુનિવરોએ કુબેરોને પૂછ્યું કે...
વર્તમાનજોગે ચાતુર્માસ પૂર્ણ કરીને અમે પારણા માટે બીજા ગામમાં વિહાર કરીશું. હે શ્રાવિકા ! દ્રઢ સમ્યત્વવાળી અને જિનવેદન પૂજનમાં ઉપયોગવાળી થજે.
તે દેવી શોકમગ્ર બનીને બોલી 'હે ભગવન ! આ ઉપવનમાં સર્વકાલ સુધી ના ૨હો ?' ત્યારે સાધુઓ કહે છે :
'સાધુ ભગવંતોની, પંખીઓની, ભ્રમરફુલોની, ગાય, ભેંસ વગેરે ચોપગા પ્રાણીઓની અને શરદઋતુઓના વાદળાઓની અનિયત વસતિ હોય છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org