________________
३०
શ્રી અર્બુદાદ્રિ કલ્પઃ
અહીં રાત્રિમાં દીવડાની જેમ મોટી ઔષધઓ જ્વાજ્વલ્યમાન થાય છે. સુગંધવાળા અને રસવાળા બે પ્રકા૨ના અહીં વનો છે. [૨૮]
અહીં વહેતી મંદાકિની નામની નદી ૨સ્વચ્છન્દ રીતે ઉછળતી સ્વચ્છ પાણીની ઉર્મિઓ વાળી, કાંઠે આવેલા વૃક્ષોના ફુલોથી યુક્ત, તજ્ગ્યાને આનંદ આપના૨ શોભે છે || ઉંચા એવા હજા૨ો શિખરો અહીં શોભે છે. જે થોડીવા૨ માટે તો સૂર્ય ના માર્ગને પણ સ્ખલના કરે છે.||30||
ચંડાલી, વજ્રતેલ, ઇભકન્દ આદિ તે તે કાર્યને સાધવાવાળી કન્દની ોતઓ અહીં આગળ ડગલે ને પગલે દેખાય છે ||૩૧||
તે તે આશ્ચર્યને ક૨વાવાળા કુંડો વડે, ધાતુની ખાણો વડે, અમૃત સ૨ખા પાણી જેવા ઝ૨ણા વડે અહીં ના પ્રદેશો સુંદ૨ છે. ||૩||
કોકૂચિતકુંડથી ઉંચો જો૨દા૨ કોયિત અવાજ થયે છતે પાણીના પૂરનો ખલખલા૨ાવ (અવાજ) પ્રગટ થાય છે. ||33||
શ્રીમાતા અચલેશ્વ૨, શિષ્ઠાશ્રમ અને મંદાકિની આદિ લૌકિક તીર્થો અહીંયા છે
||૩૪||
આ મોટા પર્વતનાં નાયકા ૫૨મા૨ વંશના ૨ાજાઓ લક્ષ્મીના ભંડા૨ ૨સ્વરૂપ ચંદ્રાવતી નામની રાજધાની નગરી (આબુની તળેટીમાં) હતી. ||૩૫||
વિમલબુદ્ધિવાળા વિમલ નામના મંત્રી દંડનાયકે પિત્તલની પ્રતિમાવાળું શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્ય અહીં કરાવેલ.૧ ||૩||
પુત્ર સંપદા ની ઇચ્છા પૂર્ણ ક૨વાવાળી અંબાદેવીની આરાધના કરીને તીર્થ સ્થાપનાની પ્રાર્થના કરી, ચંપકવૃક્ષની પાસે, સુંદ૨ એવી પુષ્પમાળા ગોબ૨મય ગોમુખ ને દેખીને શ્રીમાતાના ભવનની પાસે દંડનાયકે પૃથ્વીને ગ્રહણ કરી ||39-3૮||
૨ાજા શ્રી ધાન્ધક ઉ૫૨ ક્રોધે ભ૨ાયેલા ગુર્જરેશ્વરને ભક્ત વડે ખુશ કરીને તેના કહેવાથી શ્રીચિત્રકૂટથી અહીં લાવીને, વિક્રમ સંવત ૧૦૮૮ માં ઘણું દ્રવ્ય ખર્ચી વિમલવસહિ નામનું શ્રેષ્ઠ જિનચૈત્ય બનાવ્યું ||૩૯-૪૦||
વિવિધ વિધિ વડે પૂજાયેલી અંબિકાદેવી યાત્રા માટે આવેલા સંઘના વિઘ્નને સતત નાશ કરે છે ||૪||
યુર્ગાદેદેવના ચૈત્યની સામે શિલ્પી વડે એક રાત્રિમાં ઘડાયેલો પાષાણનો ઉત્તમ
ધોડો છે ||૪||
વિક્રમ સંવત ૧૨૮૮ માં લૂણીગવર્સાહ નામનું શ્રી નેમિનાથ ભગવાનનું જિનાલય મંત્રીશ્વરે કરાવ્યું. ||૪||
૧. આ નિર્માણ વિ.સં. ૧૦૮૮ માં થયું છે, અર્બુદપ્રાચીન જૈન લેખ સંગ્રહ - મુર્રાન જયંત વિ. લેખાંક ૧, શ્લો.૧૧ ૨. ઉપરોક્ત અર્બુદ પ્રા.લે.સં. લેખાંક ૨૫૧ માં વિ.સં. ૧૨૮૭ માં બનાવ્યાનું લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org