________________
શ્રી અંબિકાદેવી કપઃ
(
૧)
શ્રી ઉજ્જયંત ગિરિ શિખરનાં શેખર સમાન નેમિ જિનેશ્વ૨ને નમસ્કાર કરીને વૃદ્ધ પુરૂષોનાં ઉપદેશથી કોલંડિ દેવીનાં કલ્પને હું લખુ છુ.
આ જ સોરઠ દેશમાં ધન-સુવર્ણથી સંપન્ન માણસોથી સમૃદ્ધ કોડીનાર નામનું નગ૨ છે. ત્યાં આગળ ઋદ્ધ-સમૃદ્ધિ વાળો, ષટ્કર્મમાં પરાયણ, વેદાગમમાં પારંગત સોમ નામનો બ્રાહ્મણ હતો. મહામૂલ્યવાન શીલરૂપી અલંકારથી શોભિત શરીરવાળી અંબિકા નામની તેની પત્ની હતી. તે બેઓને વિષયસુખ અનુભવતાં બે પુત્ર ઉત્પન્ન થયાં. પહેલો સિદ્ધ બીજો બુદ્ધ. એક વખત પિતૃ (શ્રાદ્ધ) પક્ષ આ બે છતે શ્રાદ્ધના દિવસે સોમભટ્ટે બ્રાહ્મણોને નિમંત્ર્યા કેટલાક બ્રાહ્મણો વેદને ઉચ્ચારે છે, કેટલાક પિંડ પદાથોને અર્પણ કરે છે, કેટલાક હોમને પણ કરે છે. અંબાદેવીએ જમણવાર માટે સલ, દાલિ, વ્યંજન, પકવાળો, ખીર વગેરે તૈયાર કર્યા. સાસુ ૨નાન ક૨વા માટે ગઈ તે અવસરે એક સાધુ મા ખમણનાં પારણે તે અંબાના ઘરે ભિક્ષા માટે આવ્યા. તે સાધુને દેખીને અતિ હર્ષથી અતિશય પુલકિત થયેલા અંગવાળી અંબા ઉઠી, ભુત બહુમાન પૂર્વક નિદૉષ ભક્ત પાન વડે સાધુને પ્રતિલાવ્યા. જ્યારે ભિક્ષા ગ્રહણ કરીને સાધુ પાછા વળ્યા ત્યારે સાસુ પણ ૨નાન કરીને ૨સોઈનાં સ્થાને (૨ક્સોડામાં) આવ્યા
અગ્રંશખા દેખી નહિં, તેથી કૃપિત થયેલાં સાસુએ વહુને પૂછ્યું, વહુએ યથાર્વા૨થત વૃત્તાંત કહ્યો. સાસુએ તે અંબાને ફટકારી : 'હે પાપણી ! તેં આ શું કર્યું. હજી કુલ દેવતાની પૂજા થઈ નથી, હજી બ્રાહ્મણોને જમાડ્યા નથી. હજી પિંડો પણ ભરાયા નથી, તો અગ્રશિખા શા માટે તે સાધુને આપી ?' ત્યાર પછી સાસુએ તે સર્વે વ્યતિકર સોમભટ્ટને કહ્યો. શેષ પામેલાં સોમભટ્ટ 'આ તો સ્વચ્છંદી છે. એ પ્રમાણે કહી તે અંબાને ઘરથી કાઢી મુકી. તિ૨૨સ્કા૨ થી દૂ:ખી થયેલી અંબા સિદ્ધને હાથની અંગુલીમાં ઘારણ કરીને અને બુદ્ધને કેડમાં તેડીને નગ૨ની બહાર ચાલી. માર્ગમાં તૃષાથી અભિભૂત થયેલાં બાળકોએ પાણી માંગ્યું. જ્યારે અંબા આંસુથી પરિપૂર્ણ નેત્રવાળી થઈ ત્યારે તેની આગળ ૨હેલું એક સુકું સરોવ૨ તે અંબાના અમૂલ્યશીલનાં માહામ્ય વડે તે જ ક્ષણે જળથી ભરાઈ ગયું. બંને પુત્રને ઠંડુ પાણી પાયું. ત્યાર પછી ભૂખ્યા થયેલાં બાળકોએ ભોજન માંગ્યું. આગળ ૨હેલું સુકુ આંબાનું વૃક્ષ તે જ ક્ષણે ફળીભૂત થયું. અંબાએ બાળકોને ફળો આપ્યા. તે બાળકો ૨સ્વસ્થ થયા.
જ્યારે તે અંબા આંબાની છાયામાં વિશ્રામ લે છે, તે સમયે જે થયું તે સાંભળો! અંબાદેવીએ પહેલાં જે બાળકોને જમાડેલાં તેઓનાં ખાધા પછી નાંખી દીધેલી પાંદડાની થાળીઓ શીલનાં માહામ્યથી પ્રસન્નમનવાળા શાસનદેવતાએ સોનાનાં થાળ-વાટકારૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org