________________
શ્રી સ્તમમનક કલ્પ શિલોચ્છઃ
(૫૯
સ્તંભન કલ્પની મધ્યે વિસ્તા૨ ભયથી જે સંગ્રહિત નથી કરાયું તેને શ્રી જિનપ્રભસૂરિ સંક્ષેપથી કહે છે. ||૧||
ટૂંક પર્વતનાં રણસિંહ રાજપુત્રને ભોપલ નામની પુત્રી હતી. રૂપ લાવણ્યથી સંપન્ન તેણીને દેખીને વાસુકીને ૨ાગ ઉત્પન્ન થયો. ભોપાલને સેવતાં વાગને નાગાર્જુન નામનો પુત્ર થયો. પુત્રનાં સ્નેહથી મોહિત મનવાળા પિતા વડે તે નાગાર્જુનને સર્વે મોટી ઔર્ષાધઓ – ફળો, મૂલો, પાંદડાઓ ખવડાવ્યા. તેનાં પ્રભાવથી તે નાગાર્જુન મહર્ધાર્સાથી અલંકૃત સિદ્ધ પુરૂષ તરીકે પ્રસિદ્ધ થયો. પૃથ્વી ૫૨ ભમતો સાલાહન રાજાનો કલાગુરૂ થયો.
તે નાગાર્જુન ગગનગામિની વિદ્યાનાં અધ્યયન માટે પાલીતાણા નગ૨માં પાદલિપ્તસૂરિને સેવે છે. એક વખત ભોજનનાં અવસરે પાલેપનાં બલથી આકાશ માર્ગે ઉડતાં દેખે છે. અષ્ટાપદાદિ તીર્થાંને નમસ્કાર કરીને પોતાનાં સ્થાને પાછા આવતાં તે સૂરિનાં પાદ પ્રક્ષાલન કરીને ૧૦૭ ઔષધીના નામોનો આસ્વાદન વર્ણ, ગંધાદિથી નિશ્ચય કર્યો. ગુરૂપદેશ વિનાં પાદલેપ કરીને કુકડાનાં બચ્ચાની જેમ ઉડતાં અવાડાનાંતર ઉ૫૨ પડ્યો. ઘાથી જર્જરિત અંગવાળા નાગાર્જુનને દેખીને ગુરુએ પૂછ્યું : ‘આ શું !’ તેણે યથાર્વાસ્થત વૃત્તાંત કહ્યો. તેની કુશલતાથી ચમકૃત ચિત્તવાળાં આચાર્ય તેનાં મસ્તક ઉ૫૨ હાથ આપીને કહે છે. ‘ર્ષાષ્ઠ ચોખાનાં ધોવણ વડે ઔષધને વાટીને પાલેપ કરીને આકાશમાં ઉડજે.' ત્યાર પછી તે આકાશર્ગામની ર્આને પ્રાપ્ત કરીને ઘણો ખુશ થયો. વળી ક્યારેક ગુરૂમુખથી સાંભળે છે કે શ્રી પાર્શ્વનાથની આગળ સાધનાં કરતાં સર્વસ્ત્રી લક્ષણોથી યુક્ત મહાસતી દ્વા૨ા મર્દન કરાતો ૨૪ કોટિવેધી થાય છે. તે સાંભળીને તે પાર્શ્વનાથની પ્રતિમાને શોધવાની શરૂઆત કરી.
આ બાજું દ્દારામતી નગરીનાં સમુદ્રવિજયાદિ દશે દશાĚએ શ્રી નેમિનાથનાં મુખથી મર્દાતશય ને જાણીને રત્નમય શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રાસાદમાં સ્થાપીને પૂજી. દ્વા૨ામતીનાં દાહ પછી સમુદ્રમાં પ્રાપ્ત થયેલી તે પ્રતિમા તે જ રીતે સમુદ્રની મધ્યે સ્થિત રહી. ઘણાં સમય પછી કાંતીનગ૨ીનો ધનપતિ નામનો વહાણવટીનું વહાણ દેવતાનાં અતિશયથી અટકી ગયું. ‘આની નીચે જિર્નાબંબ રહેલું છે.' એ પ્રમાણે દેવવાણીથી નિશ્ચય કર્યો. નાવિકે ત્યાં આગળ સાત ચૂતનાં કાચા તાંતણાં નાખીને પ્રતિમાને ઉદ્ધ૨ી (બહા૨ કાઢી) પોતાની નગ૨ીમાં લઈ જઈને પ્રાસાદમાં સ્થાપન કરી. કલ્પનાથી પણ અધિક લાભ થવાથી ખુશ થયેલ તે દ૨૨ોજ પૂજે છે. હવે સર્વ અતિશયવાળા તે બિંબને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org