________________
(૧૯૪)
( શ્રી પંચકલ્યાણક સ્તવનમ્ ) મહાસુદ ૯ નાં દિવસે અજીતનાથ ભગવાનની અને મહાસુદ ૧૨ શ્રી અભિનંદન ભગવાનની દીક્ષા થયેલ. મહાસુદ તેરસ શ્રી ધર્મનાથ ભગવાનની દીક્ષા, ફાગણ વદ છઠ નાં દિવસે સુપાર્શ્વનાથને ઉજ્જવલ કેવલજ્ઞાન અને ફાગણ વદ ૭ નો મોક્ષ થયેલ અને ચંદ્રપ્રભ સ્વામીને કેવલજ્ઞાન થયેલ. પેટા
ફાગણ વદ ૯ નાં દિવસે સુવિધીનાથ ભગવાનને ચ્યવન અને ફાગણ વદ ૧૧ નાં દિવસે ઋષભદેવને કેવલજ્ઞાન. ફાગણ વદ ૧૨ નાં દિવસે શ્રેયાંસનાથ ભગવાનનો જન્મ અને મુનિસુવ્રત ૨સ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલ. ફાગણ વદ ૧૩ નાં દિવસે શ્રેયાંશનાથ ભગવાને દીક્ષા ગ્રહણ કરેલ. ફાગણ વદ ૧૪ નાં દિવસે વાસુપૂજ્ય સ્વામીનો જન્મ અને અમાવસ્યાએ દીક્ષા થયેલ||૯||.
ફાગણ સુદ ૨ નાં દિવસે શ્રેષ્ઠ જિનેશ્વ૨ અ૨નાથ ભગવાનનો ચ્યવન થયેલ. ફાગણ સુદ ૪નાં દિવસે મલ્લીનાથ ભગવાનનું ચ્યવન અને ફાગણ સુદ ૮ નાં દિવસે સંભવનાથ ભગવાનનું ચ્યવન થયેલ. ફાગણ સુદ ૧૨નાં દિવસે મુનિસુવ્રત૨વામ ભગવાનની દીક્ષામલ્લીનાથ ભગવાનનો મોક્ષ. ચૈત્ર વદ ૪નાં દિવસે પાર્શ્વનાથ ભગવાનનો ચ્યવન અને કેવલજ્ઞાન થયેલ. ||૧૦|ી.
ચૈત્ર વદ ૫નાં દિવસે ચંદ્રપ્રભ જિનેશ્વ૨નું ચ્યવન અને ચૈત્ર વદ ૮નાં દિવસે ઋષભદેવનો જન્મ અને દીક્ષા થયેલ ચૈત્ર સુદ3નાં દિવસે કુંથુનાથ ભગવાનને કેવલજ્ઞાન, ચૈત્ર સુદ પનાં દિવસે અનંતનાથ, અજીતનાથ અને સંભવનાથ ભગવાનને મોક્ષ થયેલ. ||૧૧||
ચૈત્ર સુદ «ાં દિવસે સુમતિનાથ ભગવાનનો મોક્ષ અને ચૈત્ર સુદ ૧૧નાં દિવસે કેવલજ્ઞાન. ચૈત્ર સુદ ૧૩નાં દિવસે વીરનાથનો જન્મોત્સવ થયેલ, ચૈત્ર સુદ ૧૫ના દિવસે પદ્મપ્રભુસ્વામીને કેવલજ્ઞાન, વૈશાખ વદ ૧નાં દિવસે કુંથુનાથ ભગવાનનો મોક્ષ થયેલ. Jશા
વૈશાખ વદ ૨નાં દિવસે શીતલનાથ ભગવાનનો મોક્ષ, વૈશાખ વદ પનાં દિવસે કુંથુનાથ ભગવાનની દીક્ષા અને વૈશાખ વદ ૪નાં દિવસે શીતલનાથ ભગવાનનું ચ્યવન, વૈશાખ વદ ૧૦નાં દિવસે નમિનાથ ભગવાનનો મોક્ષ. વૈશાખ વદ ૧૩નાં દિવસે અનંતનાથ ભગવાનનો જન્મ અને વૈશાખ વદ ૧૪નાં દિવસે અનંતનાથ ભગવાનને કેવલજ્ઞાન તથા દીક્ષા થયેલ. ||૧૩ણા
વૈશાખ વદ ૧૪નાં દિવસે નિર્મલ મનવાળા કુંથુનાથ ભગવાનનો જન્મ અને વૈશાખ સુદ ૪નાં દિવસે અભિનંદન સ્વામીનું ચ્યવન થયેલ. વૈશાખ સુદ ૭નાં દિવસે ધર્મનાથ તીર્થક૨નું ચ્યવન અને વૈશાખ સુદ ૮નાં દિવસે અભિનંદન સ્વામીનો મોક્ષ થયેલ. II૧૪||
વૈશાખ સુદ ૮નાં દિવસે સુમતિનાથ ભગવાનનો જન્મ અને વૈશાખ સુદ ૯નાં દિવસે દીક્ષા, વૈશાખ સુદ ૧૦નાં દિવસે વીપ્રભુને કેવલજ્ઞાન થયેલ. વૈશાખ સુદ ૧૨નાં દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org