________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
૧૮૯) મોકલ્યો. તે છાત્ર પાછો વળીને કપટ વિનાની બુદ્ધિથી મઠમાં જ્યારે પ્રવેશ કર્યો. ત્યારે અદ્ભુત લક્ષ્મીવાળી સ્ત્રીને તે પુસ્તકને પોતાનાં સાથલ ઉપર રાખેલી જોઈ. નિગ૨ અક્ષભિત મનવાળો જ્યારે સાથળ ઉપરથી પુસ્તકને ગ્રહણ ક૨વા માટે પ્રવૃત્ત થયો તેટલામાં તે શ્રેષ્ઠ સ્ત્રીએ તે પુસ્તકને પોતાનાં ખભાનાં ભાગ ઉપર મૂક્યું. એ પ્રમાણે છાત્રે દેવું. તેથી તે છાત્રે આ મારી માતા છે. એ પ્રમાણે વિપરિત દષ્ટિ વિના સાથળ ઉપ૨ ચરણ મૂકી ખભાથી પુસ્તકને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થયો. ત્યારે તે સ્ત્રી વડે આ રાજ્યને યોગ્ય છે. એ પ્રમાણે વિચારી ને તે છાત્રનો હાથ ધારણ કરી કહ્યું : 'હે વશ ! તું કાંઈ પણ વ૨ માંગ. તે તને હું આપીશ, તારી સાહસિકતાથી હું ખુશ થઈ છું.' ત્યારપછી તે શિષ્ય કહ્યું : 'જગતમાં એકમાત્ર વંધ એવા મારા ગુ૨૦ મને બધું ઈચ્છત આપવા માટે સમર્થ છે. તેથી હે શુભડૂત! હું શું માંગુ ?' એ પ્રમાણે કહીને પુસ્તકને લઈને પોતાનાં આચાર્યની પાસે આવ્યો. તેથી સંપૂર્ણ સ્વરૂપ નિવેદન કરીને પુસ્તક આચાર્યને સમર્પણ કર્યુ. આચાર્ય બોલ્યા : 'હે ભદ્ર! તે સ્ત્રી માત્ર નથી પરંતુ તે ભગવતી પદ્માવતી દેવી છે. તેથી જ અને આ પધ લખેલ પત્ર તે દેવીને દેખાડ.' ગુ૨૦ આદેશ તહત્ત કરીને ૨-સ્વીકારીને તે શિષ્ય જલદી પાછો વળીને તે મઠમાં ગયો. તે પત્ર તે દેવીને સમર્પણ કરીને તેની આગળ ઉભો રહ્યો. દેવીએ પણ વાંચ્યું તે આ પ્રમાણે – '૮00 હાથી, ૯ કરોડ સૈનિક, નવ લાખ ૨થો, નવ લાખ ઘોડાઓ અને ભંડા૨ આને આપો ?'
દેવી એ પણ પધનો અર્થને અવધારીને તે શિષ્યને ચતુર ઘોડો આપ્યો, અને કહ્યું : “આનાં ઉપર ચઢીને તું જા. આ પત્ર ઉપર જે લખેલું છે તે સર્વે તારી પાછળ આવી જશે. માત્ર પર્વતનાં માર્ગે તારે જવું, પરંતુ પાછળ જોવું નહિં.' એ પ્રમાણે તે દેવીનાં વચનને સ્વીકારીને કાર્યમાં દક્ષ ઘોડાને ગિરિની ગુફામાં પ્રવેશ કરાવ્યો. જ્યારે બા૨ યોજન સુધી ગયો ત્યારે પાછળથી આવતાં મોટા હાથીઓનાં શમૂહથી ઘટાના જો૨દા૨ અવાજ બંને કાને સાંભળીને કુતુહલપણાથી તે છાત્રે તુરંત પાછળનાં ભાગે રિસંહાવલોકન ન્યાય વડે દેવું. - જ્યારે હાથી ઘોડા આંદ ૨૧મૂહથી સંકુલ સેનાને જોઈ આશ્ચર્ય સહિત ૨સમય હદયવાળો ત્યાં જ બા૨ યોજનાનાં અંતે શ્રેષ્ઠ ઘોડા પર અધિષ્ઠિત થયેલો ત્યાં જ સ્થિત થયો. ત્યાર પછી તે માધવરાજ પ૨મ જૈન હોવાથી તે શેનાથી પરિવરેલા તેણે ત્યાં જ નગ૨ને ૨સ્થાપન કરી ને ત્યાં દેવીનું ભવન કર્યું. ફરીથી અમરકુંડ નગ૨માં આવીને રાજાઓ જેની આજ્ઞાને ચઢાવી રહ્યા છે એવો તે રાજ્યલમીને પાળવા લાગ્યો. અને ગગનચુંબી, સોનાનાં કળશ, દંડ અને ધજાથી શોભાયમાન ચૈત્ય કરાવ્યું. તે ચૈત્યમાં નમ૨કા૨ ક૨ના૨ મનુષ્યોનાં મનમાં આશ્ચર્ય પમાડનારી શ્રી પદ્માવતી દેવીની પ્રતિષ્ઠા કરી, ઉછળતાં તરંગની જેમ મનવાળો ઘણીજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org