________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૮૫
તંબુઆદિમાં કષ્ટ થાય છે એ પ્રમાણે મનમાં માનતાં રાજા વડે ખોજા જહાંમલ્લિકાની સાથે આણ૨ાનગ૨થી સત્યપ્રતિજ્ઞાવાળા ગુરુને ૨ાજધાની ત૨ફ પાછા મોકલ્યા.
શ્રી હસ્તિનાપુરની યાત્રા માટે ફ૨માનને ગ્રહણ કરીને મુર્ખાનર્પત પોતાનાં સ્થાને ગયાં, ચતુર્વિધ સંઘને ભેગો કરીને ચાહડશાહના પુત્ર બોહિત્યશાહને સંઘર્પત તિલક કર્યુ.
શુભમુહુતૅ આચાર્યાદિ પરિવા૨થી યુક્ત ગુરુમહારાજે હાસ્તનાપુ૨ તીર્થની યાત્રા માટે પ્રયાણ કર્યુ. સંઘપતિ બોહિત્ય વડે સ્થાને સ્થાને મહોત્સવ ક૨ાયા. તીર્થભૂમિમાં પહોંચ્યા અને તીર્થને વધાવ્યો.
ત્યાં આગળ ગુરુ વડે નવાપ્રતિષ્ઠિત કરાવેલાં શ્રી શાંતિનાથ, કુંથુનાથ, અ૨નાથ, જિનેશ્વરનાં બિંબોને અને અબિકાદેવીને ચૈત્યસ્થાનમાં સ્થાપન કર્યા.
સંઘપતિવડે અને સંઘ વડે સંઘવાત્સલ્ય અને મહોત્સવ ક૨ાયા. વસ્ત્ર-ભોજન, તંબોલ આદિ વડે યાચક આદિ લોકોનું પૂજા સન્માન કર્યુ. જાત્રાથી પાછાં આવતાં ગુરુએ વૈશાખસુદ ૧૦ નાં દિવસે સકલ દુરિતો અને ઉપદ્રવોને દૂ૨ ક૨શ્તા૨ શ્રી મહાવીરનાં બિંબને બાદશાહે બનાવેલાં ચૈત્યમાં મહોત્સવ પૂર્વક સ્થાપના કરી. સંઘ વડે તેવી જ રીતે પૂજાય છે.
વિશેષથી દિશાયાત્રાથી મહા૨ાજા આવ્યે છતે ચૈત્યવર્ષાંત ઉત્સવો પ્રવૃત્ત થવા લાગ્યાં ૨ાજા ઉત્તરોત્ત૨ માન દેવાપૂર્વક ગુરુનું સન્માન કરે છે.
૨ાજાની પ્રભાવનાંનો યશપડહ દરેક દિશામાં જાય છે. ૨ાધિરાજાએ આપેલાં ફરમાનને હાથમાં રાખી શ્વેતાંબરો અને દિગંબરો અને સૂરિ સર્વ દેશોમાં ઉપસર્ગ રહિત વિચરે છે.
ખરતગચ્છનાં અલંકા૨ભૂત ગુનાં પ્રસાદથી શક સૈન્યનો નાશ થયો. દિશાચક્ર ક૨વાથી ફ૨માન ને ગ્રહણ કરેલાં ગુરુ વડે શ્રી શત્રુંજય-ગિ૨ના૨-લોધિ આદિ પ્રમુખ તીર્થો ભય વિનાના કર્યા.
ઈત્યાદિ કૃત્યો વડે પાદલિપ્તસૂરિ, મલ્લવાદીસૂરિ, સિદ્ધસેદિવાકર સૂરિ, હરિભદ્રસૂરિ અને હેમચંદ્રસૂરિ પ્રમુખ પૂર્વપુરૂષો ને પ્રકાર્યાશત કર્યા. (યાદ કરાવ્યા) ઘણું કહેવા વડે શું સૂરિચક્રવર્તીનાં ગુણો વડે આકર્ષાયેલો રાજા પણ સકલધર્મનાં કાર્યનાં આરંભમાં સ્પષ્ટપણે પ્રવૃત્ત થતો હતો.
દરરોજ ચૈત્યવર્ષાત માં શંખનો અવાજ થાય છે. વી૨પ્રભુનાં ચૈત્યમાં ધાર્મિક માણસ દ્વા૨ા ગંભી૨ માદલ, મૃદંગ, ભુંગલ, નાટક આદિ દ્વા૨ા મહાપુજા કરાય છે.
શ્રી મહાવી૨ સ્વામિની આગળ ભાવિક માણસો ગ્રહણ કરેલાં કર્પૂર, અગ, સુગંધી હાધૂપથી, દિશાચક્રને વસિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org