________________
શ્રી હસ્તિનાપુર તીર્થ સંતવઃ
જગતને વંઘ શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને અ૨નાથ ને વંદન કરીને ઈન્દ્રોનાં સમૂહથી સ્તુત્ય ગજપુર હસ્તિનાપુ૨ તીર્થની સ્તવના કરું છું. ||૧||
ભગવાન ઋષભદેવનાં ૧૦૦ પુત્રોમાં કુર નામનો રાજા થયો. તેના નામ ઉપરથી કુરૂક્ષેત્ર નામનો દેશ પ્રસિદ્ધ થયો. ||ચા
કુરૂનો પુત્ર હસ્તી નામનો થયો, તેના નામથી અનેક આશ્ચર્યોની ખાણ ૨.સ્વરૂપ હસ્તિનાપુર નામનું નગ૨ છે. ||3||
શ્રી આદિનાથ ભગવાનનું પ્રથમ પારણું ઈસુ૨સ વડે શ્રેયાંસનાં ઘ૨માં પંચદવ્યથી યુક્ત થયું. ||૪||
શાંતિનાથ-કુંથુનાથ અને અરનાથ ત્રણે ભગવાનનો જન્મ અહીં થયેલો અને અહીં આગળ જ ત્રણે ૨ાજાઓએ ચક્રવર્તીની ઋદ્ધ ભોગવેલ. //પા. - મલ્લીનાથ ભગવાન અહીં સમવસરેલાં. જેથી અહીં આગળ શ્રાવકો દ્વારા બનાવેલાં અદ્ભૂત Íહેમાવાળાં, ચા૨ જિનાલય' દેખાય છે. ||૬||
યત્રિકોનાં ઉપદ્રવને નષ્ટ ક૨વાવાળું, જગતનાં નેત્રને પવિત્ર કરવામાં કારણભૂત એવું, અંબાદેવીનું ભવન અહીં આગળ શોભે છે. ||ળા ,
ઉછળતાં કલ્લોલથી જાણે Íક્ત પૂર્વક, ૨-૦નાગ ક૨વાને ઈચ્છતી ન હોય તેમ ગંગા નદી પોતાનાં તરંગોથી ચૈત્યની ભીતીને (ભીંતને) પ્રક્ષાલન કરે છે. ll૮ી.
સનકુમાર, શુભૂમ અને મહાપદ્મ નામનાં ચક્રવર્તી અને પાંચ પાંડવ અહીં જ મુક્તરૂપી લક્ષ્મીને વરેલાં IIIી.
ગંગદત્ત અને કાર્તિક શેઠ મુનિસુવ્રત સ્વામીના શિષ્ય થયાં, અને વિષ્ણુકુમારે નમુચિને અહીં આગળ જ દંડ કરેલ. ||૧૦||.
૧. શકસંવત ૧૨૫૩ માં આચાર્ય જિનપ્રભસૂરેએ અહીં ૪ જિનાલય હોવાનું લખ્યું છે. વિ.સં. ૧૬૨૭
માં આચાર્ય જિનચન્દ્રસૂરિ અહીં આવ્યા ત્યારે શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મંલ્લિનાથ ભગવાનના ૨તુપો અને ચંદ્રવાડમાં ચંદ્રપ્રભુ ભગવાનની યાત્રા કરી હતી. (યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરેિ પૃ.૫૩) મુનિશ્રી ચાર્માવજયજી સત્યપ્રકાશ (ક્રમાંક ૨૮ વિ.સં. ૧૯૪ પૃ.૧૩૩) માં લખે છે કે : ''શ્રી. શાંતિનાથજી, શ્રી કુંથુનાથજી, શ્રી અરનાથજીના સ્તૂપ બહુ દૂર નથી, પરંતુ શ્રી મલ્લિનાથ ભગવાનનો તૂપ ઘણો જ દૂર છે. યાત્રી કોઈક જ ત્યાં જાય છે.' આજે આ તીર્થ ઉત્ત૨પ્રદેશના મેરઠ જિલ્લામાં આવ્યું છે. દેરાસર-ધર્મશાળા વગેરે વ્યવસ્થા છે.
વર્ષીતપના પારણાં પણ દ૨ વર્ષે અહીં મોટી સંખ્યામાં થાય છે. ૨. બ્રાહ્મણ પરંપરામાં આને મળતી વિષ્ણુ અને બલિની કથા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org