________________
શ્રી કુડુંમેશ્વર નામેયદેવ કલ્પઃ
શ્વેતામ્બ૨ ચા૨ણતિ આચાર્ય શ્રી વજ્રસેન વડે શક્રાવતાર તીર્થમાં પ્રતિષ્ઠિત કાયેલા શ્રી ઋષભદેવ જય પામો. 11/
અત્યંત તેજવાળાં, કુડંગેશ્વરનાં ઋષભદેવનાં કલ્પને સંક્ષેપથી શાસનપરિપાટીને દેખીને હું કહું છું. II॥
પહેલાં લાટ દેશનાં મંડન સમાન શ્રી ભરૂચ નગરનાં અલંકાર સ્વરૂપ શકુનિકા વિહારમાં શ્રી વૃદ્ધાદિસૂરિ રહેલા હતા. ત્યા૨ે જ જેનાં વડે છતાય તે તેનો શિષ્ય એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને વાદ ક૨વા માટે દક્ષિણભા૨તમાંથી આવેલાં કર્ણાટભટ્ટ દિવાકરને જીતીને દીક્ષા ગ્રહણ કરાવી. સિદ્ધસેન દિવાકરસૂરિ એ પ્રમાણે નામ કર્યુ. ત્યા૨ પછી કેટલાક દિવસોમાં તે બધા આગમ ભણી ગયાં. એક વખત ‘બધા આગમોને હું સંસ્કૃત ક' એ પ્રમાણે વચન તેમણે ઉચ્ચાર્યા. તેથી વૃદ્ધાદિસૂરિ આ પ્રમાણે બોલ્યા : 'શું શ્રીમાન્ તીર્થંકરો, ગણધરો સંસ્કૃતમાં ક૨વાનું જાણતાં ન હતાં. તેથી અર્ધમાગધી ભાષામાં કર્યા હશે. તેથી આ પ્રમાણે બોલતાં તને મોટુ પ્રાર્યાશ્ચત્ત આવશે. તારી આગળ વધા૨ે શું કહીએ. તું પોતાની મેળે જાણે છે ?' તેથી વિચા૨ ક૨ીને દિવાક૨ સૂરિ બોલ્યા : ‘મૌનનો આશ્રય લઈશ અને બાર વર્ષ સુધી પાચિત નામનાં પ્રાયશ્ચિત્તને પાળીશ. (એટલે મુહર્પાત્ત અને રજોહણ આદિ લિંગને ગુપ્તપણે ૨ાખી જોગીનાં વેષને પ્રગટ કરીને વિચરીશ.)
४७
ગુરૂએ કહ્યું : ‘આ ઉપયુક્ત છે.' આ વચન સાંભળી દેશાન્તર, ગામ, નગ૨ આદિમાં ફરતાં બા૨ વર્ષે ઉજ્જૈનીનાં કુંડગેશ્વર દેવાલય માં ફૂલથી રંજીત, વસ્ત્રથી અલંકૃત શ૨ી૨વાળા આવીને બેઠા, 'તમે દેવને નમસ્કા૨ કેમ નથી કરતાં. ?' એ પ્રમાણે લોકો વડે કહેવા છતાં પણ કાંઈ બોલ્યા હેિ. એ પ્રમાણે માણસોની પરંપરાથી સાંભળીને સર્વ ઠેકાણે વિશ્વને ઋણ વિનાનું કરી પોતાનાં નામથી સંવત્સ૨ને પ્રગટ ક૨વાવાળા વિક્રમાદિત્ય રાજા આવીને બોલ્યો. 'દૂધ ચાટવાવાળા ભિક્ષુ ! તારા વડે શા માટે દેવને નમસ્કા૨ નથી કરાતો ?' તેથી વર્ગાદે વડે કહેવાયું : 'મારા વડે દેવને નમસ્કા૨ ક૨વાથી લિંગભેદ થવાથી આપને અપ્રીતિ થશે.' રાજા બોલ્યો : 'તમે નમસ્કા૨ ક૨ો ?' તેણે કહ્યું : 'તો સાંભળો ?' તેથી પદ્માસને બેસીને ત્રિંશદ્ર્નાર્થ્રોશકા (૩૨) તિ
૧.
પ્રભાવક ચરિત્ર, પ્રબંધકોશ, વિક્રમ/રત્ર, ઉપદેશપ્રાસાદ આદિમાં બત્રીસ-બત્રીસીઓ અને કલ્યાણમંદિ૨ સ્તોત્રનો પાઠ કર્યાનું જણાવ્યું છે. કલ્યાણમંદિ૨ સ્તોત્રની ટીકામાં કલ્યાણમંદિ૨ સ્તોત્રનો પાઠ કર્યાની વિગત છે. કથાવલી, પ્રબંર્ધાચંતામણી, પુરાતન પ્રબંધસંગ્રહ અને સમ્યક્ત્વસતિકાટીકામાં બત્રીસ-બત્રીસીના પાકી વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org