________________
શ્રી તેજપાલ-વરતુપાલ મંત્રી કલ્પ”
શ્રી વસ્તુપાલ-તેજપાલ નામના બે ભાઈ મંત્રી તરીકે પ્રસિદ્ધ હતા. તે બે ભાઈઓની કીર્તિ સંખ્યાને હું વર્ણવીશ.
પહેલાં ગુર્જર ધરતીનાં આભૂષણ રામાન શ્રી મંડલી નામની મોટી નગરી (માંડલ) માં બે ભાઈ વસતા હતા. તેઓ શ્રી પાટણનાં ૨હેવાસી પોરવાલવંશના ઠાકુર શ્રી ચંડપ તેમનો પુત્ર ઠાકુર થી આસરાજ ના પુત્રો કુમારદેવી ની કુક્ષીરૂપી સરોવ૨માં રાજહંસ શમાન હતા. એક વખત શ્રી વસ્તુપાલ-તેજપાલે શ્રી શત્રુંજય ગિ૨નાશંદે તીર્થયાત્રા માટે પ્રયાણ કર્યું. - હડાળા ગામ સુધી જઈને પોતાની સંપત્તિ નો વિચાર કર્યો. તેટલામાં ત્રણ લાખ જેટલું ધન થયું. ત્યારે સૌરાષ્ટ્ર દેશમાં ભય છે તેમ જાણીને એક લાખ ઘનને ભૂમિમાં દાટવાનું નક્કી કર્યું. ત્રનાં સમયમાં મોટા વડવૃક્ષ નીચે ખોદવા માંડ્યું. તે બે ભાઈઓને ખોદતાં પહેલાં કોઈએ મૂકેલો સોનાથી ભરેલો તાંબાનો કળશ મળ્યો. તેને લઈને શ્રી વસ્તુપાલે શ્રી તેજપાલની પલ્કની અનુપમા દેવીને પૂછ્યું. આ ધન ક્યાં મુકવું ? અનુપમાં વડે કહેવાયું : ઉચા ગિરે શિખ૨ ઉપ૨ એને એવી રીતે ૨સ્થાપન કો કે જેથી (બધા જોઈ શકે પણ) આ નીકળેલા ધનની જેમ તે બીજાના હાથમાં ન આવી શકે. તે સાંભળીને શ્રી વ૨સ્તુપાલ તે દ્રવ્યને શ્રી ઉજજયંત - શગુંજ્યાદિ તીર્થ ઉપ૨ ખર્ચ કર્યું. યાત્રા કરી પાછા ફરતાં ધોળકા આવ્યા.
એ દરમિયાન કાન્યકુબ્રેશ્વરની મહણદેવી નામની પુત્રી પિતાથી કન્યાદાનમાં, ગુજરાત ધરતીને પ્રાપ્ત કરીને તેનાં અંધિપત્યને ભોગવીને મ૨તી છતી તે જ દેવની ધિષ્ઠાત્રી દેવી થઈ.
એક વખત સ્વપ્નમાં વીરધવલ રાજાને તે દેવીએ કહ્યું કે જે જે વસ્તુપાલ-તેજપાલ છે તેમને રાજ્યચંતાનાં અગ્રેસર બનાવીને સુખચેનથી તું રાજ્યને પાળ'.
એ પ્રમાણે કરવાથી તારા રાજ્ય અને રાષ્ટ્રની વૃદ્ધિ થશે. એ પ્રમાણે આદેશ કહીને પ્રગટ થયેલી દેવી અદશ્ય થઈ ગઈ.
સવારમાં ઉઠીને રાજાએ વસ્તુપાલ-તેજપાલને બોલાવ્યા, મોટાભાઈ વ૨તુપાલને
મન તીર્થ અને ધોળકાનું આધિપત્ય આપ્યું. તેજપાલને સર્વરાજ્ય વ્યાપારની મુદ્રા આપી. ત્યારપછી તે બે ભાઈઓ એ છ એ દર્શનમાં દાન વિવિધ પ્રકારનાં ધર્મસ્થાનો ક૨વા વડે સેંકડો સુકૃતોને ભેગાં કરતાં સમય પસાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org