________________
કોટિશીલા તીર્થ'
૪૧)
શ્રી જિનેશ્ર્વ૨ ભગવાનને નમસ્કાર કરી શ્રેષ્ઠ પૂર્વપુરુષો રૂપી સિંહોના વાક્યનાં આધા૨ે શ્રી જિનપ્રભસૂરિ આ કોટિશીલાના કલ્પને પ્રકાશે છે. ||૧||
66
આ ભરતક્ષેત્રની મધ્યે મગધદેશમાં કોટિશીલા નામનું તીર્થ છે. જે તીર્થ આજે પણ ચા૨ણ શ્રમણ, સુ૨-અસુર યક્ષો વડે અને અર્ધ ભરતક્ષેત્રમાં રહેનારા અધિષ્ઠાયક દેવો વડે સતત પૂજાય છે. આ કોટિશીલા એક યોજન પહોળી અને એક યોજન ઉંચી છે.
||૨|||
સર્વે ત્રિખંડઽધતિ વાસુદેવો કોટિશીલાને સુ૨-ન૨-વિદ્યાધરની સમક્ષ ઉપાડીને પોતાના બાહુબલની પ૨ીક્ષા કરે છે. [૪]]
પ્રથમ વાસુદેવે છત્રની જેમ ઉંચે કરી બીજા વાસુદેવે મસ્તક સુધી, ત્રીજા વાસુદેવે ગ્રીવા સુધી ચોથા વાસુદેવે વક્ષસ્થલ સુધી, પાંચમા વાસુદેવે પેટ સુધી, છઠ્ઠા વાસુદેવે કેડ સુધી, સાતમા વાસુદેવે સાથળ સુધી કોટિશીલા ઉપાડી હતી. પાઊ
આઠમાં વાસુદેવે જાનુ સુધી અને છેલ્લા વાસુદેવ કૃષ્ણે ચા૨ અંગુલ સુધી ડાબા હાથથી ઉપાડી હતી. રાણા
અવર્રાર્પણી કાળના વશથી અનુક્રમે માનવનું બલહીન થતું જાય છે. સર્વે તીર્થંકરોનું બલ એક સ૨ખું હોય છે.IIII
જે કોટિશીલાને કરોડ સુભટો ઉપાડવા માટે શક્યમાન હોય છે. તે કારણથી કોટિશીલા કહેવાય. પરંતુ એકલો વાસુદેવ તેને ઉપાડી શકે છે. માલા
શાંતિનાથ ભગવાનનાં પ્રથમ ગણધ૨ ચક્રાયુધ અનશન વિધિ કરીને કોટિશીલા ઉ૫૨ મોક્ષે ગયેલા. ||૧૦||
શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં સંખ્યાતા ક્રોડ મુનિઓ આ જ શિલા ઉ૫૨ સિદ્ધ થયેલાં અને એ પ્રમાણે શ્રી કુંથુનાથ ભગવાનના શાસનમાં પણ આ તીર્થ ઉ૫૨ સંખ્યાતા ક્રોડ મુનિઓ સિ થયેલાં. [૧૧]]
શ્રી અ૨નાથ ભગવાનના શાસનમાં બાર ક્રોડ સાધુઓ અને મલ્લીનાથ ભગવાનના શાસનમાં છ ક્રોડ મુનિઓ સિદ્ધ થયેલાં ||૧||
શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનાં શાસનમાં ત્રણ ક્રોડ સાધુઓ સિદ્ધ થયેલાં. શ્રી મિનાથ ભગવાનના શાસનમાં એક ક્રોડ સાધુઓ સિ થયેલાં ||૧૩|| બીજા પણ અનેક મહર્ષિઓ આ શિલા ઉ૫૨ મોક્ષે ગયેલા. એથી પૃથ્વીમંડલમાં આ ‘કોટિશીલા' તીર્થ તરીકે પ્રાર્ષ્યાને પામ્યું ||૧૪]}
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org