________________
(૧૪)
( શ્રી કોકવસતિ પાર્શ્વનાથ કલ્પઃ ) પાર્શ્વનાથની પ્રતિમાં પણ ભંગાઈ. ત્યાર પછી સોની નાયણનાં વંશના રામદેવ અને આસધર શેઠે ઉદ્ધાર કરવાની શરૂઆત કરી. આરાસણથી ત્રણ શિલા લાવી. પરંતુ તે નિર્દોષ ન હતી. તેથી ત્રણ બિંબ ઘડાયા પણ ગુરૂ અને શ્રાવકોને સંતોષ થયો નહિં. તેથી રામદેવે ભગ્રહ ગ્રહણ કર્યો. કે જ્યાં સુધી હું પાર્શ્વનાથનાં બિંબને કરાવું નહિં
ત્યાં સુધી જમીશ નહિં. ગુરૂ પણ ઉપવાસ કરવા લગ્યા, ત્રણ ઉપવાસનાં અંતે રામદેવને દેવતાએ આદેશ કર્યો. જ્યાં આગળ ફૂલ અક્ષતથી યુકત ગâલી દેખાય તેની નીચે આ જ ચૈત્યની નજીકમાં આટલા હાથ નીચે શિલા રહેલી છે. ખોદાવીને શિલા પ્રાપ્ત કરી. નિરૂપમ રૂપવાળું પાર્શ્વનાથનું બિંબ કરાવ્યું. વિક્રમ સંવત ૧૨૬૬ વર્ષે દેવાનંદસરેએ અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા કરી. અને ચૈત્યમાં ગાદી ઉપ૨ ૨સ્થાપન કરી. કોકાપાર્શ્વનાથ નામ પ્રસિદ્ધ થયું. રામદેવને તિહુનાગ અને જાજા નામનાં પુત્રો થયાં. તિહુનાગને મહલ નામનો પુત્ર થયો. તેનો પુત્ર દેલ્હણ અને જયંતસિંહ થયો. તે સદા પાર્શ્વનાથને પૂજે
એક વખત દેલ્હણને શંખેશ્વર પાર્શ્વનાથનાં અધિષ્ઠાયકદેવે સ્વપ્ન આપ્યું.
જ્યારે સવારમાં ચાર ઘડી સુધી હું કોકા પાર્શ્વનાથની પ્રતિમા પાસે રહેલો છું ત્યાં સાનિધ્ય કરીશ. તે ચા૨ ઘડીમાં એક બિંબને પૂજાતાં ખરેખ૨ શંખેશ્વર પાર્શ્વનાથ પૂજવાનો લાભ મળશે. તેવી જ રીતે લોકો વડે પૂજાતાં કોકા પાર્શ્વનાથ પણ શંખેશ્વર પાર્શ્વનાથની જેમ મનોરથને પૂરે છે.
શંખેશ્વર પાર્શ્વનાથ સંબંધી પૂજા-જાત્રા અભિગ્રહો માણસોનાં પાટણમાં પૂરાય છે. એ પ્રમાણે ધિષ્ઠાયક દેવોથી સેવાતા ભગવાન કોકા પાર્શ્વનાથ તેત્રીસ પર્વ પ્રમાણે મૂર્તિ મલધારી ગચ્છથી પ્રતિબદ્ધ હતી.
અર્ણાહલપુર પાટણના મંડણ ૨૧માન શ્રી કોકાવસતિ પાર્શ્વનાથનો આ કલ્પનો સંક્ષેપ માણસોનાં પાપને ધોવા માટે થાઓ.
KOYATOR ONLY
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org