________________
શ્રી શ્રાવતી નગરી કલ્પઃ
દુ:ખ રૂપી સૂરતાને તા૨વા માટે નાવડી સમાન સંપૂર્ણ સુખને ઉત્પન્ન કરનારી સાવથી નગરી છે. સંભવ જિનેશ્વ૨ને નમસ્કારી કરીને તે સાવત્થી નગરીમાં કલ્પને લેવો. હું કહું છું.
આ જ ક્ષણાર્ધ ભ૨ત ક્ષેત્રના અગણિત ગુણોનાં સમૂહવાળા કુણાલ દેશમાં સાવથી નામની નગરી છે. અત્યારે મહેઠિ એ પ્રમાણે નામથી પ્રસિદ્ધ થયેલી છે.
જ્યાં આજે પણ ઘનઘોર વનની મધ્યે ૨હેલાં શ્રી સંભવનાથની પ્રતિમાથી શોભિત ગગનચૂંબી શિખ૨વાળું જિનાલય છે. તે આજુબાજુમાં રહેલી શ્રી જિનબિંબોથી મંડિત દેવકુલિકાથી અલંકૃત છે અને તેની ચારેબાજુ કિલ્લો છે.
તે ચૈત્યનાં દ્વા૨ની પાસે વેલડીઓથી ઉલ્લશત-ઘણાં પાંદડાવાળું, સ્નિગ્ધ છાયાવાળું, મોટી શાખાઓથી સુંદર લાલ અશોકવૃક્ષ દેખાય છે.
તે જિન ચૈત્યનાં જે દ૨વાજાનાં કપાટ સંપુટ માણીભદ્ર યક્ષનાં અનુભાવથી સૂર્ય અસ્ત થતે પોતાની મેળે બંધ થતા અને સૂર્ય ઉદય થતે પોતાની મેળે ઉઘડી જતાં.
એક વખત કલિકાલની દૂર્લાર્તતાનાં વશથી અલ્લાઉદ્દીન સુત્રાણનો સૂબો ૧દવસે વહડાદિત્ય નગ૨થી આવીને કિલ્લાની ભીંત, કપાટો અને કેટલાક બિંબોને ભાંગ્યા. ખરેખર દુષમકાળમાં અધિષ્ઠાયકો મંદ પ્રભાવવાળા હોય છે.
તથા જાત્રા કરવા માટે આવેલાં સંઘ વડે કરાતાં ૨ાત્રાદિ મહો૨સવ પ્રસંગે આવેલો એક ચિત્તો ચૈત્યનાં શિખ૨મા બેસે છે. કોઈને તે ભય ઉત્પન્ન કરતો નથી. જ્યારે મંગલદીવો થાય ત્યારે તે પોતાનાં સ્થાને જતો રહે છે.
આ જ નગરીમાં બુદ્ધનું ચૈત્ય રહેલું છે. સમુદ્રવંશનાં કાવલ્લ નામનાં રાજાનાં કુળથી ઉત્પન્ન થયેલાં રાજાઓ બુદ્ધ ભક્ત હતાં જે આજે પણ પોતાનાં દેવની આગળ મોટા મૂલ્યવાળા પલાણથી યુક્ત શોભાયમાન મોટા ઘોડાને અર્પણ કરે છે.
આ જ નગરીમાં બુદ્ધ વડે પોતાની સંપત્તિથી મહાપ્રભાવકવાળી જાંગુલીવિધા પ્રકાશિત કરેલ.
આ જ નગરીમાં વિવિધ પ્રકારની શાલીઓ ઉત્પન્ન થાય છે. જેમાં સર્વ શાલી, જાતિનાં એક એક કણ નાંખે છતે મોટું ખોરડું શિખા સુધી ભરાઈ જાય છે. ૧. આ ઘટના ગ્રંથકા૨ની સમકાલીન હોવાથી ઐતિહાસિક દષ્ટિએ અગત્યની મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org